બેન્કમાં નાણા જમાં કરાવવામાં મદદ કરશો તેવું કહી રૂ. 36 હજારની ચોરી કરી નાસી ગયા બેની અટકાયત, એક ફરાર

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર શહેરમાં એક યુવાન પાસે આવી ત્રણ શખ્સોએ મારે બેન્કમાં નાણા જમાં કરાવવામાં મદદ કરશો તેવું કહી વિશ્વાસમાં લીધો હતો. ત્યાર બાદ મોબાઇલ તેમજ અન્ય ઇસમ પાસેથી ચાંદીનું કડુ સહિત રૂ. 36 હજારની વસ્તુઓની ચોરી કરી નાસી ગયા હતા. જે અંગે હિંમતનગર બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છેતરપીંડી કરનારા બેને ઝડપી ફરાર એકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.

હિંમતનગરના હસનગર વણઝારાવાસમાં રહેતા: ક્રિશ પોપટભાઇ વણઝારા કડીયા કામની મજૂરી કરે છે. 11 ફેબ્રુઆરીના રોજ ન્યાય મંદિર દરગાહની પાછળ પ્રવિણભાઇ સાથે ઉભા હતા. દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમો તેમની પાસે આવ્યા હતા અને અમારે બેન્કમાં નણા જમા કરાવવા છે. તેમાં મદદ કરવા કહ્યું હતું અને વિશ્વાસમાં લઇ ક્રિશ પોપટભાઇ વણઝારા પાસે રહેલો રૂ.10 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા પ્રવિણભાઇ પાસે રહેલા રૂ. 14 હજારની કિંમતનો મોબાઇલ તથા ચાંદીનું કડુ આશરે 17 તોલા વજનનું કિંમત રૂ.12 હજાર મળી કૂલ રૂ 36 હજારની ચીજવસ્તુઓ એકબીજાની મદદગીરી સાથે છેતરપીંડી કરીને ચોરી કરી લઇ ગયા હતા. જેને લઈને હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકમાં ક્રિશ પોપટભાઇ વણઝારાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

હિંમતનગર બી-ડિવિઝન પોલીસે ફરિયાદ નોધાયા બાદ: ડી સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી હતી અને નેત્રમના સીસીટીવી આધારે ટીમો પાડી કામગીરી હાથ ધરી હતી. દરમિયાન છેતરપીંડી કરનારા બે જણા ચોરીનો સામાન વેચવા જુના બજારમાં વેચવા આવતા હોવાની બાતમી આધારે અપાચી બાઈક સાથે બે શખ્સોને છેતરપીંડી કરી લઇ ગયેલા સમાન સાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચોરી કરી લઇ ગયેલા સરસામાન કબજે લઈને ફરાર શખ્સને પકડવાની કામગીરી હાથ ધરી હતી.

પકડાયેલા શખ્સ
1.જગુ ભાણાભાઈ સલાટ (રહે.મહાદેવઢાળ, તા.વિજાપુર, જિ.મહેસાણા)
2.અમિત કાનાભાઈ સલાટ (રહે. 44 નંબરની રેલવે ફાટક પાસે,ઝૂપડપટ્ટી પાસે, વિજાપુર, તા.વિજાપુર ,જિ.મહેસાણા

ફરાર શખ્સ
1.અજય સલાટ (રહે.મંડોરાવાસ મહોલ્લો, તા.વિજાપુર, જિ.મહેસાણા)


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.