જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા બ્લેક ડે નિમિતે બાળકોમાં રાષ્ટ્રપ્રેમનું બીજરોપણ કરાયું

પાટણ
પાટણ

તા.૧૪મી ફેબ્રુઆરીના રોજ પુલવામાં કાંડમા દેશના જવાનો શહીદ થયા હોય આ દિવસને ભારતવાસીઓ કાળો દિવસ એટલે કે બ્લેક ડે તરીકે ઉજવી દેશના વીર શહિદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવતી હોય છે. ત્યારે પાટણના વઢીયાર પંથકના શંખેશ્વર ખાતે કાર્યરત જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા બ્લેક ડે નિમિત્તે શાળાના બાળકોને એક અલગ નજર પ્રદાન કરવાનો ઉપક્રમ આદર્યો હતો. જેમાં દેશભક્તિ એ સંસ્કાર સીંચન છે, જે બાળપણમાં જ લોહીમાં વણાઈ જાય છે.

દેશભક્તિ એ સમાજમાં વ્યક્તિના જીવનમાં વરતાય તો જ એની સાર્થકતા સાકાર થતી હોય છે. જે અનુસંધાનમાં બ્લેક ડે નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો. જનમંગલ સેવા સંસ્થાન દ્વારા જિજ્ઞાબેન શેઠની રાહબરી હેઠળ બાળકોને ગૌ-શાળાની મુલાકાત કરાવી બાળકોના હાથે ગાયોને ઘાસ ખવરાવી તેઓની અંદર પશુ પ્રત્યેના પ્રેમનો સંચાર દ્રઢ થાય તેવા પ્રયાસ સાથે બાળકોના હસ્તે ગાયો માટે આયુર્વેદ લાડવા બનાવી ખવડાવીને બાળકોમા જીવદયાની વાત ફકત બોલવા કે લખવા પૂરતી મર્યાદિત ન રહેતા અને બાળકો તેને આચરણમાં ઉતારે તે માટે કટિબદ્ધતા વ્યકત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.