ઇકો કારમાં વિદેશી દારૂ ભરીને લઇ જતા બે ઇસમોને 168 બોટલો સાથે ઝડપ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા LCBની ટીમે હિંમતનગરના ગાંભોઇ નજીક રામપુર પાસે વોંચ ગોઠવી બાતમીના આધારે ઇકો કારમાં વિદેશી દારૂ ભરીને લઇ જતા બે ઇસમોને ઝડપી લઇ ઇકો કાર તેમજ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 3.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગાંભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

LCBની ટીમ ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન મળેલ બાતમીના આધારે રામપુર ગામે નાકાબંધી કરી હતી. બાતમી મુજબની કાર મળી આવતા રસ્તો બ્લોક કરીને તેને ઉભી રાખી હતી. જેથી ઇકો ગાડીમાં મુકીને ભાગવા જતા બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે કિરણકુમાર અમૃતભાઇ ચમાર તથા હિતેષ વશરામભાઇ ચમાર (બન્ને રહે.ડેરીયા પરમારવાસ, પો.રણસીપુર, તા.વિજાપુર, જિ.મહેસાણા)ને ઝડપી લઇ કારમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 168 રૂ.28,200નો મળી આવ્યો હતો.પોલીસે ઇકો કાર સહિત વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂ.3,33,700નો મુદ્દામાલ કબજે લઈને ઝડપાયેલા બે સામે ગાંભોઇ પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.