હિંમતનગરથી અસારવા રેલવે લાઈન પર બે વાર કોપર વાયરની ચોરી થયાના બનાવો બન્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં અમીનપુર રેલવે અન્ડર બ્રીજથી હિંમતનગર તરફ જતા નેશનલ હાઇવે 48 અન્ડર બ્રીજ દરમિયાન ગઈકાલે સવારથી અગાઉના કોઈ પણ સમયે અજાણ્યા ચોર ઇસમોએ ઈલેક્ટ્રીફીકેશન લાઈનનું લગાવેલ 1107 મીટર કાપી ચોરી કરી લઇ જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જનતા સોસાયટીમાં રહેતા કૃણાલ સુધાકર દાઢેએ ફરિયાદ નોંધાવી છે.
હિંમતનગરથી અસારવા રેલવે લાઈન પર ઈલેક્ટ્રીફીકેશન લાઈનની કામગીરીમાં કેબલિંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે હિંમતનગરથી અસારવા રેલવે સેક્શનમાં પાંચ દિવસમાં બે વાર કોપર વાયરની ચોરી થયાના બનાવો બન્યા છે. પ્રાંતિજમાં ગુરુવારે સવારે 7.30 પહેલાના કોઈ પણ સમયે અજાણ્યા ચોર ઇસમોએ પ્રાંતિજના અમીનપુર રેલવે અન્ડરબ્રીજથી હિંમતનગર તરફ જતા નેશનલ હાઇવે 48 ઓવરબ્રિજ હાઈવે રોડથી અન્ડરબ્રીના વચ્ચે રેલવે ટ્રેક ઉપર કિલોમીટર પોલ નં 342/10 થી 343/02ની વચ્ચેથી 545 મીટર કોન્ટેક્ટ કોપર વાયર રૂ.2,75,942 તથા 562 મીટર કેટેનરી વાયર કોપરના રૂ.4,47,990નો મળી કૂલ રૂ 7,23,932નો કોપર વાયરની ચોરી અજાણ્યા ઇસમોએ કરી લઇ ગયેલ છે. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસે અજાણ્યા ઇસમો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.