અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: 9.75 લાખ જેટલા લોકો લોકોએ દર્શનનો લાભ લીધો

Other
Other

અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. ત્યારે આ મહોત્સવના ચાર દિવસ દરમ્યાન 9.75 લાખ જેટલા લોકો લોકોએ દર્શનનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં ભાવિભક્તો 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવી રહ્યા છે. પાંચ દિવસ ચાલનારા આ મહોત્સવનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. ત્યારે આજે મંત્રોત્સવ અને પુષ્પ વૃષ્ટિ, શક્તિપીઠ સંકુલો મા શક્તિ યાગ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ જેવા કાર્યક્રમો યોજાશે.

ગતરાત્રે અંબાજીની જૂની કોલેજમાં: 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતા સિંગર કિર્તીદાન ગઢવીએ સુંદર પ્રસ્તુતિ આપી હતી. કિર્તીદાન ગઢવીના ગીતો અને ગરબાથી સુંદર માહોલ સર્જાયો હતો અને લોકો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. અંબાજીમાં યોજનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પાંચ દિવસીય: કાર્યકમોમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પરિક્રમા મહોત્સવ પર્વમાં આનંદ ગરબા મંડળ દ્વારા અખંડ ગરબાની ધૂન યોજાઇ રહી છે. બનાસકાંઠા જિલ્લા સહિત 5 જિલ્લાઓથી 750 બસો જે ભક્તોને પરિક્રમા મહોત્સવમાં આવવા માટે નિ:શુલ્ક મુખવામાં આવી છે. નિ:શુલ્ક બસો અને નિ:શુલ્ક ભોજન સહિત આરોગ્ય, નાસ્તા પાણી, સાંસ્કૃતિક કાર્યક્રમોના લીધે પણ મોટી સંખ્યામાં ભક્તો આ મહોત્સવમાં પહોંચી રહ્યા છે. પરિક્રમા પથ ઉપર અલગ અલગ સંકુલોમાં શક્તિ યાગ પણ રોજેરોજ યોજાઈ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.