LAC પર ચીન સામે ભારતની વધી તાકાત, સેનાને મળી ઘાતક ‘સિગ સોઅર’ રાઈફલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચીને જૂન 2020માં લદ્દાખમાં હિંસક અથડામણો અને ડિસેમ્બર 2022માં વાસ્તવિક નિયંત્રણ રેખા પર અરુણાચલ પ્રદેશના તાયાનામાં થયેલી અથડામણમાં યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. ચીનના આ ઘમંડને જોઈને ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાની ફાયર પાવરને મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે.

ભારત અને ચીનની સરહદ પર વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પરથી લાઈવ રિપોર્ટ અનુસાર, ભારતીય સેનાએ LAC પર ‘Sig Sauer’ રાઈફલ્સ તૈનાત કરી છે.

ભારતે ચીન સામે સૈન્ય શક્તિ મજબૂત કરી

હકીકતમાં, વિશ્વની શ્રેષ્ઠ રાઇફલ SIG-716 વાસ્તવિક નિયંત્રણ રેખા પર તૈનાત કરવામાં આવી છે. તે એલએસી અને એલઓસી સહિત વિદ્રોહ વિરોધી કામગીરી માટે સૈનિકોને આપવામાં આવે છે. LAC પર, ભારતે કપટી ચીન સામે ઘાતક હથિયારો સાથે તેની તૈયારીઓને વધુ મજબૂત કરી છે. હળવા વજનના રોકેટ લોન્ચર માર્ક-4, એલએમજી અને સ્નાઈપર્સ રાઈફલને પણ તાજેતરમાં અહીં તૈનાત કરવામાં આવી છે.

તવાંગમાં અથડામણ બાદ મોટી માત્રામાં હથિયારો આવ્યા 

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં અથડામણ બાદ ત્યાંથી મોટી માત્રામાં હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા. હવે ભારત અરુણાચલ પ્રદેશના પૂર્વ ક્ષેત્રને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. હોવિત્ઝર ગન M 777, 155 mm કેલિબર ગન અને 105 mm લાઇટ ફિલ્ડ હોવિત્ઝરને LAC નજીક કિબિથુ ખાતે ચીનની બરાબર સામે તૈનાત કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.