રિલાયન્સ રિટેલમાં અબુધાબીની કંપની કરશે ૬૨૪૭ કરોડનું મૂડીરોકાણ

Business
Business

ન્યુ દિલ્હી/યુએઇ,

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ની રિટેલિંગ કંપની રિલાયન્સ રિટેલ અબુધાબી સ્થિત સરકારી સંપત્તિ ભંડોળ મુબદલા ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં ૬,૨૪૭ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જિયો પ્લેટફોર્મ બાદ હવે રિલાયન્સ રિટેલમાં સતત નવું મૂડીરોકાણ આકર્ષી રહ્યા છે. હવે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડને ચોથા મોટા ઇન્વેસ્ટર્સ મળી ગયા છે. આ વખતે અબુધાબી સ્થિત મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની રિયાલન્સ રિટેલનો ૧.૪ ટકા હિસ્સો ખરીદશે અને આ માટે તે કંપનીમાં રૂ. ૬૨૪૭.૫ કરોડનું મૂડીરોકાણ કરશે. રિલાયન્સમાં મુબાદલા કંપની તરફથી કરાયેલું આ બીજુ સૌથી મોટુ રોકાણ છે.
આ વર્ષના પ્રારંભે જિયો પ્લેટફોર્મ્સમાં ૧.૨ બિલિયન અમેરિકી ડોલરનું મૂડીરોકાણ કર્યા બાદ મુબાદલાનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આ બીજું રોકાણ છે.
રિલાયન્સ રિટેલ લિમિટેડ, ઇઇફન્ની પેટાકંપની ભારતનો સૌથી વિશાળ, સૌથી વધુ ઝડપે વિકસતો અને સૌથી વધુ નફો કરતો રિટેલ બિઝનેસ છે જે સમગ્ર દેશમાં આવેલા ૧૨૦૦૦ સ્ટોર્સમાં ૬૪૦ મિલિયન ફૂટફોલ્સ ધરાવે છે. લાખો ખેડૂતો, સુક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના વેપાર-વ્યવસાયોને સશક્ત બનાવી લાખો ગ્રાહકો સુધી પહોંચવાની વ્યાપક રણનીતિ દ્વારા ભારતના રિટેલ સેક્ટરને વેગવંતુ બનાવવું એ રિલાયન્સ રિટેલનું વિઝન છે. એ ઉપરાંત લાખો ભારતીયોની રોજગારીનું રક્ષણ કરી વધુ તકોનું સર્જન કરવાની સાથે સાથે વૈશ્વિક અને સ્થાનિક કક્ષાની કંપનીઓ સાથે સહયોગ સાધી તેમની સાથે મળી ભારતીય સમુદાયને મહત્તમ લાભ પહોંચાડવો એ પણ તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.