હિંમતનગરમાં જિલ્લા ભાજપની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

સાબરકાંઠા
સાબરકાંઠા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 10 વર્ષમાં કેન્દ્ર સરકારે લાભાર્થીઓનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે અનેક યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે. જેને લઈને આપણો દેશ સમૃદ્ધ ભારત તરફ જઈ રહ્યો છે. જેથી હિંમતનગરમાં સાબરકાંઠા લોકસભા સીટના હોદ્દેદારોની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત જિલ્લાની કાર્યશાળા યોજાઇ હતી. જેમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો ઉપસ્સ્થિત રહ્યા હતા.આ કાર્યશાળામાં માર્ગદર્શન આપતા પૂર્વ જિલ્લા સંગઠન પ્રભારી અને પ્રદેશમાંથી આવેલા રેખાબેન ચૌધરીએ જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈની નેમ છે બધાનો સ્વાંગી વિકાસ થાય તો ભારત સમૃદ્ધ થાય આપણે 400 સીટોને પાર લઈને નીકળ્યા છીએ, આ કામ ભાજપના બ્રાન્ડેડ કાર્યકર્તા જ કરી શકશે. એક કરોડ કાર્યકર્તા આજે સરલ એપ દ્વારા જોડાયા છે. રેખાબેન ચૌધરી જણાવેલ કે નરેન્દ્રભાઈ સત્તામાં આવ્યા પછી સૌથી મોટું કામ કર્યું કોઈપણ લાભાર્થીઓને રૂપિયો સીધો તેમને મળે વચેટિયા બંધ કર્યા. તેના માટે જ જનધન ખાતા ખોલ્યા, બેંક અને ડીઝીટીલાઇજેશન કર્યું અને આધારને દેશ સાથે જોડવાનું કાર્ય તેમણે જણાવેલ કે દસ વર્ષમાં 60 કરોડ લાભાર્થી નોંધાયા છે. જેમાં 23 કરોડ લોકોએ એક-બે યોજનાઓનો લાભ લીધો છે. જ્યારે 12 કરોડ લાભાર્થીઓને કેન્દ્ર દ્વારા સીધો સંપર્ક કર્યા જેને લાભ મળ્યો છે. 6 કરોડ આપણી પાસે લાભાર્થીનો સંપર્ક કરવા માટે ડેટામેપ થઈ ગયો છે. ગુજરાતમાં 56 લાખ લાભાર્થી છે. આપણે લાભાર્થીઓનો સંપર્ક કરવાનો છે. લાભાર્થી જોડે શું વાત કરવી અને તેમના લાભ મળવાથી શું ફાયદો વગેરે તેમજ લાભાર્થીને સરલ એપમાં જોડવાના છે. સાહિત્ય આપવું આઈટી કાર્યકર્તા સાથે રાખવા વગેરે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આપણે ચૂંટણી ઢંઢેરામાં જે કહ્યું તે કર્યું આને મોદી સાહેબની ગેરંટી કહેવાય છે.


સાબરકાંઠા લોકસભા સીટના પ્રભારી દુષ્યંત પંડ્યાએ જણાવેલ કે, ત્રણ દિવસમાં લાભાર્થીને મળીને કામ પૂરું કરવાનું છે એક કાર્યકર્તા વધુમાં વધુ 50 લાભાર્થીનો સંપર્ક કરશે. લાભાર્થીને ત્યાં સ્ટીકર લગાવવું, સાહિત્ય વિતરણ કરવું, પત્ર આપવો વગેરે કામ કરવાનું છે. મંડલ સ્તરે લાભાર્થી સંપર્ક અભિયાનની કાર્યશાળા કેવી રીતે કરવી તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્ર સકસેનાએ આગામી કાર્યક્રમો વિશે વાત કરી હતી.આ પ્રસંગે જિલ્લા પ્રમુખ કનુ પટેલ, અરવલ્લી પ્રમુખ રાજુ પટેલ,લોકસભા વિસ્તારક નરેન્દ્રસિંહ સોઢા સહીત બંને જિલ્લાના અપેક્ષિત હોદ્દેદારો હાજર રહ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.