વિજાપુરમાં મહિલાના કપડાં ફાડી ગરદા પાટુનો માર મારતા ફરિયાદ
વિજાપુર તાલુકાના મલાવ ગામે બે નાની બાળકીઓ વચ્ચે ઝઘડો થતા ફરિયાદી રિટાબેન પટેલ મહોલ્લામાં રહેતા જીતેન્દ્ર ભાઈ પટેલના ઘરે તેમની દીકરી ને ઠપકો આપવા ગયા હતા.જ્યાં જીતેન્દ્ર ભાઈ ઉશ્કેરાઈ જઇ મહિલા સાથે ઝપાઝપી કરી કપડાં ફાડી નાખ્યા હતા.તેમજ જીતેન્દ્ર ભાઈની પત્ની પણ ત્યાં આવી ને ફરિયાદી મહિલા ને ગરદાપાટુ નો માર માર્યો હતો.સમગ્ર મામલે લાડોલ પોલીસમાં હુમલો કરનાર દંપતી સામે ફરિયાદ નોંધાવી છે.
વિજાપુર તાલુકાના મલાવ ગામે રહેતા 30 વર્ષીય રીટાબેન પ્રજાપતિની દીકરી જયનીબેન અને અને હિયા પટેલ રમતા હતા એ દરમિયાન હિયા એ ફરિયાદીની દીકરી ને સોટી મારતા તે રડતા રડતા પોતાન ઘરે આવી સમગ્ર મામલે જાણ કરી હતી.જેથી ફરિયાદી પોતાની દીકરી ને લઈ સામે પટેલ ના મહોલ્લામાં રહેતા જીતેન્દ્ર ભાઈના ઘરે તેમની દીકરી ને ઠપકો આપવા ગયા હતા.એ દરમિયાન જીતેન્દ્ર ભાઈ ઉશ્કેરાઈ જય ફરિયાદી ને કહ્યું કે “આજે તો તને ઓબરવાની છે” એમ કહી ફરિયાદીના ગળા ના ભાગે ફેટ પકડી ડ્રેસ ફાડી નાખ્યો હતો.તેમજ જીતેન્દ્ર ભાઈએ ફરિયાદી મહિલાના છાતીના ભાગે ફેટ પકડી હતી.
સમગ્ર મામલો જોઈ જીતેન્દ્ર ભાઈની પત્ની ચેતનાબેન પણ ત્યાં આવી જતા ફરિયાદી સાથે ગરદાપાટુ નો માર માર્યો હતો.સમગ્ર હંગામો જોઈ પાડોસીઓ દોડી આવી મહિલા ને છોડાવી હતી.બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી.હાલમાં મહિલાએ પટેલ જીતેન્દ્ર ભાઈ અને તેમની પત્ની ચેતનાબેન સામે લાડોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.