પાલનપુર શહેર પશ્ચિમ વિસ્તારમાં થી દારૂ ભરેલી ઇકો ગાડી ઝડપાઇ
વિદેશી દારૂ ભરેલી ગાડી સહિત કુલ રૂ.2.62 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો પાલનપુર શહેર પશ્ચિમ પો.સ્ટે વિસ્તાર માંથી એલસીબી પોલીસે દારૂ ભરેલી ઇકો ગાડી ઝડપી લીધી હતી. પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી સહિત કુલ રૂ.2.62 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઇકો ગાડી નંબર GJ-01-RA-8285 માં ગે.કા અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી આવે છે. જેને નાકાબંધી કરી પકડી પાડી જે ગાડી માંથી વિદેશી દારુની બોટલ નંગ-૫૯ કિરૂ.૫૨૯૧૦/- નો તથા ઇકો ગાડીની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ.૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિરૂ.૨,૬૨,૯૧૦/-નો મુદ્દામાલ પકડી પાડી ગાડી ચાલક નિર્મલ સોહનલાલ વિશ્નોઇ ઉવ.૨૧ ધંધો. ડ્રાઇવિંગ રહે.સુરપુરા તા.બાપ જી. ફલોદી રાજસ્થાન તથા સાથેના ઇસમ સુનીલ શંકરલાલ વિશ્નોઇ ઉવ.૨૩ ધંધો.ડ્રાઇવિંગ રહે.સુરપુરા તા.બાપ જી.ફલોદી રાજસ્થાન વાળાઓ પકડાઈ જઈ ગુનો કરેલ હોઇ જેઓના વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.