વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા બોર્ડ પરીક્ષા મોકડ્રિલનું આયોજન કરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર શહેરની શાળામાં બોર્ડ પરીક્ષા મોકડ્રીલ કાર્યક્રમ યોજાયો હતો. ઇડર, પ્રાંતિજ અને હિંમતનગરમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ડર કેવી રીતે દૂર થાય તે માટે બોર્ડ પરીક્ષા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ: માટે બોર્ડ મોકડ્રિલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં 1150થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી પહેલીવાર વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે તેમના મનમાં રહેલા પ્રશ્નો અને ડિપ્રેશનમાં આવીને બોર્ડની પરીક્ષામાં ડરતા હોય છે. વિદ્યાર્થીઓનો ડર દૂર કરવામાં માટે ખાનગી શાળાના સંચાલકો દ્વારા બોર્ડની પરીક્ષાની જેમ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે બોર્ડ પરીક્ષા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇડર, પ્રાંતિજ અને હિંમતનગરની સ્કૂલમાં ધો.10ના ગણિતના વિષયની પરીક્ષા યોજાઈ હતી.

મોકડ્રીલ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો: હતો. સાથોસાથ વિદ્યાર્થીઓના પ્રવેશ વખતે તેમની કુમકુમ તિલકથી આવકારી બોર્ડ એક્ઝામની જેમ સ્ટીકર સપ્લીમેન્ટરી તેમજ બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરાયું હતું. ધોરણ 10ની પરીક્ષા દરમિયાન દરેક ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા સહિત 30 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોય છે જે અંતર્ગત રવિવારે 1192 વિદ્યાર્થીઓમાંથી 948 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.