અટલ સરોવર બનીને તૈયાર, PM મોદી કરશે 25 ફેબ્રુઆરીએ લોકાર્પણ
રાજકોટમાં PM મોદી 25 ફેબ્રુઆરીએ અટલ સરોવરનું લોકાર્પણ કરશે. આ સરોવર 136 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. અટલ સરોવર અમદાવાદના રિવરફ્રન્ટની સરખામણી કરી રહ્યું છે. તે 2,93,000 ચોરસ મીટરમાં બન્યું છે. જેમાં અટલ લેક, પાર્કિંગ અને ગાર્ડન સહિત અન્ય સુવિધાઓ હશે. ભવિષ્યમાં અહીં બોટિંગ પણ થશે. લગભગ 41 કરોડના ખર્ચે આ સ્થળ પર કલાત્મક એન્ટ્રિ ગેઇટ, બર્ડ આઇલેન્ડ, નેચર પાર્ક, કૂવારા, પાર્ટી પ્લોટ બનશે.
રાજકોટમાં નવા વર્ષની શરૂઆત નવા પ્રોજેક્ટ સાથે થવાની છે. રાજકોટવાસીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા થનગની રહ્યું છે, ત્યારે રાજકોટનું અટલ સરોવર બનીને તૈયાર થઈ ગયું છે. આગામી 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટને અટલ સરોવરની ભેટ આપશે. 136 કરોડના ખર્ચે અટલ સરોવર તૈયાર કરવામાં આવ્યું.