સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રીના હસ્તે લાભાર્થીઓને આવાસની ચાવી વિતરણ કરાઈ

પાટણ
પાટણ

ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રોમાં એકસાથે આવાસ અર્પણ કરવાના ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કુલ 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું.

આ ઐતિહાસિક “આવાસોત્સવ” પ્રસંગે પાટણ જિલ્લાના સિદ્ધપુર ધરણીધર પાર્ટી પ્લોટ, દેથળી ચાર રસ્તા, ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહભાગી થયા અને લાભાર્થીઓને ચાવી વિતરણ કરી સંવાદ કર્યો. સિદ્ધપુર-19 મારા મત વિસ્તારમા 17:00 કરોડ જેટલી માતબર રકમથી યોજના તળે 1458 પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) લાભાર્થીઓના પાક્કા આવાસો બનાવવા પુરા પાડવામાં આવ્યા હતા.પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાનું ઘરનું ઘર મળે તેની મોદીજીની ગેરંટીવાળી યોજના છે, ત્યારે આ આવાસ ગુજરાતના અનેક પરિવારોને પોતાના ઘરની ખુશીઓનું કાયમી સરનામું બની રહેશે એવી અભિલાષા સહ ‘સપનાનું ઘર’ મેળવનાર સર્વેને ઉન્નત ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.