જામનગર-કાલાવડ રોડ પર મોટી માટલી પાસે મીઠુ ભરેલા ટ્રકમાં આગ

ગુજરાત
ગુજરાત

જામનગરથી વેરાવળ મીઠું ભરીને જઈ રહેલા એક ટ્રકમાં કાલાવડ નજીક મોટી માટલી પાસે ગઈરાતે આગની ઘટના બની હતી અને ટ્રકના પાછળના ટાયરો સહિતનો ભાગ સળગવા લાગ્યો હતો. આગના આ બનાવ અંગે કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરાતાં કાલાવડ ફાયરની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

જામનગરના પંકજભાઈ સોલંકી નામના ટ્રાન્સપોર્ટરની માલિકીના જી.જે.32-ટી 8223 નંબરના ટ્રકમાં ગઈરાત્રે આગનો બનાવ બન્યો હતો, અને ટ્રકના ડ્રાઇવર રીતેશભાઈ કે જેણે તેના માલિકને ફોન કર્યા પછી કાલાવડ ફાયરબ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓએ આગ બુજાવી હતી. જે આગના કારણે ટ્રકના પાછળના ટાયરો તેમજ ટ્રકની બોડીનો કેટલો હિસ્સો તેમજ ટ્રકમાં ભરેલા મીઠાને પણ નુકસાની થઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.