વરાણા આઇશ્રી ખોડીયાર ધામના પંદર દિવસીય મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે

પાટણ
પાટણ

વઢીયાર પંથકના સુપ્રસિધ્ધ પાટણ આઇશ્રી ખોડીયાર માતાજી વરાણા ધામનો પ્રતિવર્ષ વર્ષોની પરંપરા અનુસાર યોજાતો પંદર દિવસીય લોકમેળાનો રવિવાર તા.11-02-2024 ના રોજથી પરંપરાગત રીતે પ્રારંભ થશે અને તે મહાસુદ-15 (પૂનમ) સુધી ચાલશે. આ મેળા દરમ્યાન રોજરોજ દુર- દુરથી હજારો દર્શનાર્થીઓ માના દ્વારે શિશ નમાવી ધન્યતાની લાગણી અનુભવે છે. ત્યારે રવિવારથી માતાજી ની ઘાણી તથા પ્રસાદ ની મેળા નો પ્રારંભ થશે.ત્યારે વરણા ખોડિયાર માતાજી ના 15 દિવસ ના મીની કુંભ મેળા માં પગપાળા યાત્રાસંઘો પણ માના જયઘોષ કરતા સંગીતના તાલે ઝુમતા દર્શનાર્થે આવે છે. આવા તમામ યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે તેમને ભોજન, પાણી સહિતની સગવડો પણ મળે તેમ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હોવાનું મંદિરના ટ્રસ્ટી મંડળ પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું છે.


વરાણા ગામમાં મેળાના પંદર દિવસ દરમ્યાન સમગ્ર ગુજરાતમાંથી દર્શનાર્થે આવનારા માઇભકતોને માટે ગ્રામ પંચાયત દ્વારા આ વખતે સૌપ્રથમવાર પાર્કિંગની સગવડ મફતમાં પુરી પાડાવમાં આવનાર છે. આ અંગે સરપંચ પ્રભુજી અને કમિટીના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. ગામમાં મેળા દરમ્યાન સ્વચ્છતા આરોગ્ય વિષયક બાબતો જળવાઈ હે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે યાત્રિકોનાજાન-માલની સુરક્ષા માટે રાધનપુર ડી વાય એસ પી ડી.ડી.ચૌધરીની નજર હેઠળ સમી સી.પી.આઈ. અને સમી રાધનપુર પોલીસ કાફલો બંદોબસ્તમાં ખેડપગે રહેશે.વરાણાના મહામેળા દરમ્યાન મનોરંજનના સાધનો તેમજ મોટી સંખ્યામાં પ્રસાદ, ખાણ-પીણી, રમકડાં, ફરસાણ, શેરડીના વહેપારીઓ સહિત જાદુગર અને અન્ય સ્ટોલ લાગત હોય છે. ત્યારે પંચાયત હસ્તક પુરતી જમીન નહીં હોવાથી મંદિર નજીકની શ્રી સરકાર હસ્તકની રે.સર્વે નં. 620, 625 અને 420 વાળી જમીન પંચાયતને મેળાના સમય દરમ્યાન ભાડાપટ્ટેથી આપવાના ઠરાવ સાથેની લેખીત માંગણી કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.