![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/sabar.png)
સાબરડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, આ તારીખે થશે મતદાન
સાબરડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. 10 માર્ચે મતદાન હાથ ધરવામાં આવશે, તે દિવસે જ મતગણતરી થશે. 21 ફેબ્રુઆરી ઉમેદવારી નોંધાવવા માટે છેલ્લો દિવસ. 23 તારીખે ફોર્મની ચકાસણી કરાશે. 26 તારીખે ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે. 29 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. હવે રાજકીય પાર્ટીઓ કોને મેન્ડેટ આપશે તે જોવાનું રહેશે. એક તરફ અરવલ્લી તેમજ સાબરકાંઠાના સંગઠનોએ ચૂંટણી મોકૂફ રાખવા કહ્યું છે.
12 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર સ્વિકારવામાં આવશે. 23 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રોની ચકાસણી કરશે. જે હિંમતનગર પ્રાંત અધિકારીની કચેરીએ જ સવારે 11 કલાકથી શરુ કરવામાં આવશે. 26 ફેબ્રુઆરીએ માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની આખરી તારીખ 29 ફેબ્રુઆરી છે. બપોરે ત્રણ કલાકે કેટલા ઉમદવારો મેદાને છે અને કોણ બીન હરીફ થઇ શક્યુ એ સ્પષ્ટ થઇ જશે. હરીફ ઉમેદવારોની યાદી 1 માર્ચે જાહેર કરવામાં આવશે. 10 માર્ચે ચૂંટણી યોજાશે અને સાબરડેરીના હોલમાં જ મતગણતરી હાથ ધરવામાં આવશે.
Tags Gujarat india Rakhewal sabar dairy