![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/07-4.jpg)
નવસારીના ધારાગરી બ્રિજ પાસે સુરત તરફ જતો ટ્રક પલટી ગયો
નવસારી હાઇવેથી સુરત તરફ જતા ધારાગરી બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. વાપીથી સુરત તરફ પ્લાસ્ટિક ભરેલા ટ્રક ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક હાઇવે પર પલટી ગયો હતો. ટ્રકમાં રાખેલો સામાન હાઇવે પર ફેલાઈ ગયો હતો. જેને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી.
નવસારી હાઇવે પર વધતા અકસ્માતો ચિંતા ઉપજાવનર છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક વખત જાગૃતિ અભિયાન ચલાવ્યાં છતા અકસ્માતોની વણથંભી વણઝાર થંભી રહી નથી. નવસારીના સુરત તરફના છેડે આવેલા ધરાગીરી પાસે અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાયો છે. આજના થયેલા અકસ્માતમાં સદભાગ્યે કોઈનું મોત કે ઈજા નોંધાઈ નથી.