ટ્રાફિક અને આર.ટી.ઓ. દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

અરવલ્લી
અરવલ્લી

સમગ્ર ગુજરાતમાં નાના-મોટા તમામ વાહનચાલકોમાં RTO ના નીતિનિયમો બાબતે જાગૃતિ આવે તે માટે અલગ-અલગ કાર્યક્રમો દ્વારા લોકોને વાકેફ કરવામાં આવે છે ત્યારે, આજે અરવલ્લી જિલ્લા ટ્રાફિક અને RTO દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો.

અરવલ્લી જિલ્લા ટ્રાફિક અને જિલ્લા RTO દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત કોઈપણ અકસ્માત સમયે કોઈપણ ઇજાગ્રસ્ત વ્યક્તિને લોહીની જરૂર પડે તે સમયે ઉપયોગમાં આવે એ આશયસર અરવલ્લી સાબરકાંઠા ઇન્ડિયન રેડક્રોસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ અને ARTOના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરી રક્ત એકત્રિત કરાયું હતું. આમ માર્ગ સલામતી માસની રક્તદાન કરીને ઉજવણી કરાઈ હતી. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસના કર્મીઓ અને ARTOના કર્મચારીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.