પંતની વિકેટકીપિંગ અને કેપ્ટનશિપની પુષ્ટિ નથી થઈ પરંતુ તે ચોક્કસપણે બેટિંગ કરશે

Sports
Sports

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કહ્યું કે રિષભ પંત IPL 2024 માટે તૈયાર છે. તેણે પોતે કહ્યું છે કે તે ટીમ માટે રમશે. પોન્ટિંગે કહ્યું, ‘પંતની વિકેટકીપિંગ અને કેપ્ટનશિપની પુષ્ટિ નથી થઈ પરંતુ તે ચોક્કસપણે બેટિંગ કરશે.’ રિષભ પંત ડિસેમ્બર 2022થી ક્રિકેટ રમ્યો નથી. કાર અકસ્માતમાં ઘાયલ થયા બાદ તે મેદાનથી દૂર હતો.

પોન્ટિંગે કહ્યું, ‘અમે આશા રાખીએ છીએ કે પંત જલ્દી ફિટ થઈ જશે. જો તે આખી ટુર્નામેન્ટ નહીં રમી શકે તો પણ તે 14માંથી 10 મેચ ચોક્કસ રમશે. જો તે ફિલ્ડિંગ ન કરી શકે તો તે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરશે. તેનું રમવું અમારા માટે બોનસ જેવું છે.

પોન્ટિંગે ખાતરી આપી હતી કે જો પંત કેપ્ટનશિપ નહીં કરી શકે તો ડેવિડ વોર્નર ટીમની કમાન સંભાળશે. વોર્નરે ગત સિઝનમાં દિલ્હીની કેપ્ટનશિપ કરી હતી. પરંતુ ટીમ 14 મેચમાં માત્ર 5 જીત સાથે નવમા નંબર પર રહી. રિષભ પંતે તેની છેલ્લી ક્રિકેટ મેચ ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે મીરપુરના મેદાનમાં રમી હતી. આ એક ટેસ્ટ મેચ હતી. આ મેચના પાંચ દિવસ બાદ 30 ડિસેમ્બરે પંત કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો. ત્યારથી તે સ્વસ્થ થઈ રહ્યો છે અને માર્ચ 2024 સુધીમાં તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે તેવી શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.