પાટણમાં રેડ ક્રોસ સોસાયટી ભવન ખાતે મહિલા મેડિકલ કેમ્પ યોજાયો

પાટણ
પાટણ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ ડો. બાબાસાહેબ આંબેડકરજીના ધર્મપત્ની “ત્યાગમૂર્તી” માતાશ્રી રમાબાઈ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત ના 33 જિલ્લા અને 8 મહાનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચો અને ડોકટર સેલના સંયુક્ત ઉપક્રમે “મહિલાઓને લગતા રોગ અને તેના નિદાન માટે નિશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો તથા પાટણ જિલ્લા ડોક્ટર સેલ દ્વારા મા રમાબાઈ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે રેડ ક્રોસ સોસાયટી ભવન ખાતે મહિલા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.મહાનુભાવોના હસ્તે માં રમાબાઈના તૈલી ચિત્ર પર ફુલહાર કરી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વશરામભાઈ સોલંકી સહિત તેઓની ટીમ દ્વારા રૂમાલ અને બુકેથી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું તો માં રમાભાઇ આંબેડકર ની જન્મ જયંતીને લઈ 110 જેટલી સગર્ભા માતાઓને પૌષ્ટિક આહાર ની કીટનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.


ત્યારબાદ ડોક્ટર વ્યોમેશ શાહ સહિત મહિલાઓને લગતા વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટરો એ પોતાની સેવાઓ આપી હતી ત્યારે ડોક્ટર વ્યોમેશ શાહ દ્વારા તપાસવામાં આવેલ તમામ દર્દીઓને પોતાના દવાખાને વિનામૂલ્ય તપાસની સાથે વિવિધ રિપોર્ટો અને દવાઓ પણ ફ્રી કેમ્પમાં આવેલી મહિલાઓને લખી આપવામાં આવતા સગર્ભા બહેનો એ ડોક્ટર વ્યોમેશ શાહની આ સેવા ને બિરદાવી હતી તો વિવિધ મહિલાઓ ને લગતા ડોક્ટરોએ પણ મહિલાઓની યોગ્ય તપાસણી કર્યા બાદ તેઓને વિનામૂલ્યે દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ મહિલા મેડિકલ કેમ્પમાં 1,000 થી વધુ બહેનોએ ભાગ લઈ વિનામૂલ્યે વિવિધ રોગોની તપાસ કરાવી કેમ્પનો લાભ લીધો હતો તો કેમ્પમાં આવનાર તમામ મહિલાઓને વિનામૂલ્ય સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વશરામભાઈ સોલંકી એ માં રમાભાઇ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે રેડક્રોસ સોસાયટી ભવન ખાતે મહિલા મેડિકલ કેમ્પના આયોજન અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.