દાહોદના ગરબાડામાં રોડની સાઈડમાં આવેલી ગટરનું ઢાંકણ તૂટી જતાં ટ્રક ફસાઈ

ગુજરાત
ગુજરાત

દાહોદના ગરબાડામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર આઝાદ ચોક પાસે રોડની સાઈડમાં બનાવેલી ગટરનું ઢાંકણ તૂટી જતા ટ્રક ફસાઈ હતી. સ્થાનિક લોકોએ ગટરની કામગીરીની ગુણવત્તાની ચકાસણી કરવાની માગ કરવામાં આવી.

 

માર્ગ અને મકાન વિભાગ દ્વારા દાહોદ અલીરાજપુર હાઇવે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે ગરબાડામાંથી પસાર થતા આ નેશનલ હાઈવેની કામગીરી હવે અંતિમ તબક્કામાં ચાલી રહી છે, તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ગરબાડા નગરમાંથી પસાર થતા રોડની સાઇડ ગટર બનવામાં આવી છે, ત્યારે આજે ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર આઝાદ ચોક નજીક બનાવેલ ગટર પર ટ્રક ચઢી જતા ટ્રકનુ ટાયર ગટરમાં ખાબક્યુ હતુ અને કપચી ભરેલ ટ્રક ગટર ઉપરની સાઈડમાં કપચી ખાલી કરવા રિવર્સ કરતા ગટર તૂટી હતી. સદનસીબે જાનહાની ટળી હતી, સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આ ગટર બનાવવામાં આવી છે. ત્યારે આ ગટર ઉપર વાહન ચડતા ગટર તૂટી જવાથી ક્યાંક ને ક્યાંક આ ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે ગટર ઉપર ઠેર ઠેર બેસાડવામાં આવેલ ઢાંકણો પણ વ્યવસ્થિત બેસાડવામાં આવ્યા નથી. એ બાબતે અનેક લોકોની રજૂઆત છતા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.