પાટણ NSUIનું વિરોધ પ્રદર્શન : ટીબી ત્રણ રસ્તા પર ચક્કાજામ કર્યો

પાટણ
પાટણ

રાજકોટ પીજીવીસીએલના આઠ ડિવિઝનમાં 361 જેટલી ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી કરવા અને મેરીટ લીસ્ટનો ટાઈમ વધારવાની માંગ ને લઈ છેલ્લા પાંચ દિવસથી રાજકોટ પીજીવીસીએલ ડિવિઝન ખાતે 400 થી વધુ યુવાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. જે વિરોધ પ્રદર્શનને મંગળવારે પાટણ એનએસયુઆઇ દ્વારા સમર્થન આપી શહેરના ટી. બી.ત્રણ રસ્તા માર્ગને અડધો કલાકથી વધુ સમય સુધી બાનમાં લઈ ચકકાજામ સાથે ઊર્જા મંત્રી ના પૂતળા નું દહન કરી ભાજપ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરતા અને આ બાબતની જાણ પોલીસ તંત્રને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વિરોધ પ્રદર્શિત કરી રહેલા એનએસયુઆઇ ના 10 થી વધુ કાર્યકતૉઓની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ એનએસયુઆઈએ રાજકોટ પીજીવીસીએલના આઠ યુનિટોમા ખાલી પડેલી 361 જગ્યામાં ભરતી અને મેરીટ અવધીમા વધારો કરવાની માગ સાથે શહેરના ટીબી ત્રણ રસ્તાને અડધો કલાકથી વધુ સમય સુધી ચક્કાજામ કરી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર સાથે ઊર્જા મંત્રીના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતા ટીબી ત્રણ રસ્તા માર્ગ પર વાહનોની લાંબી કતારો સર્જાય હતી. આ બાબતની જાણ પાટણ પોલીસ તંત્રને થતા ઘટના સ્થળે દોડી આવી વિરોધ પ્રદર્શિત કરી રહેલા એનએસયુઆઈના 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વિરોધ પ્રદર્શિત કરી રહેલા પાટણ એનએસયુઆઈ રોહિત દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાજકોટ પીજીવીસીએલના આઠ ડિવિઝનમાં 361 જેટલી જગ્યાઓ ખાલી છે તેની ભરતી કરવામાં આવે અને મેરીટ લીસ્ટ માટે સમયની અવધી વધારવાની માંગ સાથે રાજકોટમાં પીજીવીસીએલ દ્રારા વિધુત સહાયકોની ભરતી ન કરવાના મુદ્દે છેલ્લા પાંચ દિવસથી વિરોધ પ્રદશિર્ત કરી રહેલા 400થી વધુ યુવાનોને ન્યાય અપાવવા પાટણ એનએસયુઆઈ દ્વારા સમથૅન આપી આ કાર્યક્રમ યોજાયો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.