7 ફેબ્રુઆરીથી રાજયમાં ફરીથી વધશે ઠંડીનું જોર, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે પવનમાં ફેરફાર થતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજયમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોનાં જીવ તાળવે ચોંટયા છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યુ કે સમગ્ર રાજયમાં માવઠું થશે નહીં. 5 અને 6 ફેબ્રુઆરીએ પવનની દિશા બદલાશે જેનાં કારણે તાપમાન નીચું આવવાની શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 7 ફેબ્રુઆરીએ રાજયમાં ઠંડી વધી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં 12 ડીગ્રી સુધી તાપમાન નોંધાશે. 19 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.