મોડાસા ખાતે પોથીયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા

અરવલ્લી
અરવલ્લી

મોડાસામાં અને સમગ્ર વિશ્વમાં વૈષ્ણવ સમાજની ખૂબ મોટી વસ્તી છે ત્યારે, વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહરાજના સ્વમુખે સાત દિવસીય સત્સંગ મહોત્સવનો ગિરિરાજ ધામ સ્વર્ણિમ પાર્ટી પ્લોટમાં પ્રારંભ થયો છે. જેને લઈ આજે મનોરથી યજમાન ડૉ. મુકુંદલાલ. વિ.શાહ તથા ડૉ.ચેતનભાઇ અને ડૉ. ધવલભાઇ દ્વારા વૈષ્ણવ સમાજના અબાલ વૃદ્ધ સૌકોઈ દ્વારા ભવ્ય પોથીયાત્રા કઢાઈ હતી. જેમાં ખૂબ ભાવથી વૈષ્ણવો ઝૂમ્યા હતા.યુવાનોના પ્રેરણામૂર્તિ આચાર્ય દ્વારકેશલાલજી 17મા વંશજ છે. જે સંસ્કૃત વિષયમાં માસ્ટર્સ સુધીનો અભ્યાસ કર્યા બાદ ભગવત ગીતા શ્રીમદભગવત ઉપનિષદ તથા વિદ્રતાની સાથે વક્તવ્યનો પણ ગુણ વિધવાનછે. જેમને સમગ્ર વૈષ્ણવ સમાજને સંગઠિત કરવા સંઘની સ્થાપના કરીછે. જેની ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં શાખા આપવામાં આવી છે અને સમગ્ર દેશમાં તેમની દિવ્યવાણીનો લાભ આપી રહ્યા છે. જેમને વલ્લભ કુલ આચાર્ય તરીકેનું ગૌરવ પણ પ્રાપ્ત છે. જે પાંચેખંડોમાં તેમની હવેલીની સ્થાપના કરી છે.


સમગ્ર આફ્રિકા ખંડની સૌપ્રથમ હવેલી શ્રીવલ્લભ ધામ સ્થાપવાનો પણ શ્રેય તેમના ફાળે જાય છે. અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં શ્રીનાથ દ્વારા નાથધામ હવેલી તથા વૈષ્ણવસંઘ એકેડેમી તથા વ્રજધામ હવેલીનું નિર્માણ પણ થયું છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં શ્રીનાથ દ્વારા હવેલી, સીડનીમાં વ્રજવેલી એડીલેટમાં વલ્લભધામ હવેલીની સ્થાપના થઈ ચૂકી છે ત્યારે, ઇંગ્લેન્ડમાં લેસ્ટર શહેરમાં તથા ભારતના અનેક શહેરોમાં હવેલીઓનું નિર્માણ સાથે અમદાવાદ-બોપલ વિસ્તારમાં ભક્તિધામ નામથી વિશિષ્ટ સંકુલ દ્વારકેશલાલજી દ્વારા નિમિત્ત કરવામાં આવી છે. આ મહંત દ્વારા વિદ્યાર્થીઓને દત્તક લેવાની યોજના વિશાળ પાયે ચલાવવામાં આવે છે અને કોરોના કાળથી અન્નદાન યોજના પણ ચલાવવામાં આવે છે. ક્રાંતિકારી વિચારો દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ મહંતના સ્વમુખે ભાગવતનું સ્મરણ કરવું એ જીવનનો એક લાહવો છે. પ્રભાવશાળી આચાર્ય માટે સર્વે વૈષ્ણવો ગૌરવ અનુભવે છે. આવા વૈષ્ણવ માટે મોડાસાના સ્વર્ણિમ સંકુલ પાર્ટી પ્લોટમાં ભગવત કથાનો પ્રારંભ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.