ભારત પ્રથમ દાવમાં 396 રનમાં ઓલઆઉટ, ઇંગ્લેન્ડે કરી તાબડતોડ શરૂઆત

Sports
Sports

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં ભારતને 396 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. ટીમ ઈન્ડિયા માટે પ્રથમ દાવમાં ઓપનર યશસ્વી જયસ્વાલે 290 બોલમાં સૌથી વધુ 209 રનની ઈનિંગ રમી છે. યશસ્વી જયસ્વાલ સિવાય કોઈ ભારતીય બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યો નથી. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસન, શોએબ બશીર અને રેહાન અહેમદે 3-3 વિકેટ લીધી છે. ટોમ હાર્ટલીએ 1 વિકેટ લીધી હતી.

ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ.

ઈંગ્લેન્ડઃ જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.