ભીતચિત્ર ‘ફરી એકવાર મોદી સરકાર’ ઉપર અજાણ્યા શખ્સે કાળા કલરનો કુચડો ફેરવતા અલગ અલગ ચર્ચાએ જોર પકડ્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ખાતે ભાજપ દ્રારા લગાવવામા આવેલા ભીતચિત્ર ‘ફરી એકવાર મોદી સરકાર’ ઉપર અજાણ્યા શખ્સે કાળા કલરનો કુચડો ફેરવતા અલગ અલગ ચર્ચાએ જોર પકડ્યું છે.

લોકસભા ચૂંટણીને લઈને પ્રાંતિજના પોગલુ ગામમાં સાતથી વધુ જગ્યાએ ‘ફરી એકવાર મોદી સરકાર’ના ચિત્રો દોરવામાં આવ્યા હતા. આ ફરી એકવાર મોદી સરકારના ભીત ચિત્રો પર કોઇ અજાણ્યા ઇસમ દ્રારા રાત્રિ દરમ્યાન કાળા કલરનો કુચડો મારવામા આવ્યો હતો. એક નહિ પણ તમામ ભીત ચિત્રો પર કાળા કલરના કુચડા મારવામાં આવ્યા હતા. કુચડા ગુરુવારે સવારે જોયા બાદ તાલુકા ભાજપને જાણ થઇ હતી.

આ અંગે જિલ્લા ભાજપમાં જાણ કરવામાં આવી છે. જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ફરી એકવાર મોદી સરકારના પોગલુમાં બનાવેલા ભીતચિત્રો પર કાળા કલરના કુચાડા કરવામાં આવ્યા છે, તેની જાણ થઇ છે અને તપાસ ચાલુ છે. બીજીતરફ ફરીથી એકવાર મોદી સરકારના ભીત ચિત્રો દોરવામાં આવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.