પાટણ સાયન્સ સેન્ટર ખાતે વર્કશોપ અને સાયન્ટિફિક-શો યોજાયો

પાટણ
પાટણ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 1 ફેબ્રુઆરી 2024ના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડ દિનની ઉજવણી સાથે પિરિયોડિક ટેબલ પર વર્કશોપ અને કવીઝ તથા કલર ઓફ કેમેસ્ટ્રી પર સાયન્ટિફિક-શો યોજાયો. જેમાં 250થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા ઇંટરેએકટીવ મોડેલના માધ્યમથી રસાયણ વિજ્ઞાનના વિવિધ તત્વો અને તેના ઉપયોગો વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.


ત્યારબાદ સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે ભારતીય કોસ્ટ ગાર્ડ દિન દરિયાઈ સુરક્ષા માટે જવાબદાર કોસ્ટ ગાર્ડ અને તેના કર્મચારીઓના યોગદાનનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે મહિનાભરની ઉજવણી સાયન્સ સેન્ટર ખાતે ફેબ્રુઆરી મહિના દરમિયાન થશે. જેમાં સાયન્સને લગતી વિવિધ એક્ટિવિટી યોજાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.