પાટણ શહેરીજનોના પ્રાથમિક પ્રશ્નો સાંભળવા પાલિકાએ વોર્ડ નં- 9માં કાર્યક્રમ યોજ્યો

પાટણ
પાટણ

પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા અને શહેરના દરેક વોડૅના નાગરિકોની પાલિકાને લગતી સમસ્યાઓ જાણવા આજે ગુરૂવારથી દર અઠવાડિયે શહેર ના એક પછી એક વોડૅ વિસ્તારમાં નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ શરૂ કર્યા છે.ત્યારે ગુરુવારે વોડ નંબર 9 ના બળિયાપાડા ચોક થી શરૂ કરી મોતિશા ચોક સુધી કરવામાં આવ્યો હતો. જ્યાં રહીશો એ રોડની સફાઈ અને અન્ય કામો ના થતા રજુઆત કરાઈ હતી ખાન સરોવર નું પાણી દૂષિત આવે છે પાણી મીનલર આપવામાં આવે તેવું સૂચન કર્યું હતું, દારૂ નું વેચાણ બંધ કરાવો ચૂંટણી આવે એટલે દેવાખો કરવા માટે આવે છે. બધાને સ્વચતા માટે કચરા પેટી આપે છે અમને નહીં તો અમારા શૌચાલયો તોડી પાડવામાં આવ્યા છે.અમારા પટણી સમાજની વાડી આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે એમને શૌચાલયો કયા જવાનું તેવા પ્રશ્નોની રજુઆત કરાઈ હતી. પાલિકા દ્વારા દુકાનો અને રોડ પર સ્વછતાં રાખવા સૂચન આપી હતી.પાટણ નગરપાલિકા આપના વોડૅ મા કાર્યક્રમ અંતર્ગત ગુરૂવારે શહેરના વોડૅ નં 9 કાર્યક્રમ બળિયાપાડા વિસ્તારમાં પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી રહીશો ની સ્વચ્છતા, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ તેમજ ભૂગર્ભ ગટરના પ્રશ્નો સહિત પ્રાથમિક સમસ્યાઓને સ્થળ પર સાંભળા હતી શૌચાલયો,દૂષિત પાણી ,રોડ રસ્તા ની સફાઈ સહિત ની સમસ્યાઓ પ્રશ્ન આવ્યા હતા જેનો નિરાકરણ લાવવા માટે વોડૅ મા પાલિકા ની જુદી જુદી ટીમને કામે લગાડી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સૂચન કર્યું હતું.સ્વચ્છતા રાખવા પણ સૂચન આપવામાં આવ્યું હતું.


વોર્ડ નંબર 9 માં મોતિશા દરવાજા પાસે આવેલ એક ચાની લારી વાળા ને ત્યાં પાલિકા ની ટીમ પહોંચી હતીજ્યાં ગંદકી હોવાના કારણે નોટિસ આપવામાં જણાવ્યું હતું. ત્યારે જ્યાં લારી ધારકએ જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે દેખાવ કરવા આવો છો.બધા વિસ્તારોમાં ડસ્ટબીન આપ્યા છે અમને આપ્યા નથી એટલે કચરો ક્યાં નાખવાનો તેમ પાલિકા પ્રમુખ ને સંભળાવ્યું હતું.વિસ્તારના તુલસી ભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારા વોર્ડ નંબર 9 ની અંદર વર્ષોથી ઘણા બધા પ્રશ્નો છે આંગણવાડી કેન્દ્ર 1996 ની અંદર આનદીબેન પટેલે ઓપનિંગ કરેલું એ વખતે વરંડા સાથે બનાવવાની કીધેલી પણ આજે 28 વર્ષે થઈ ગયા પરંતુ હજુ સુધી કોઈ થયું નથી જેના કારણે આજુબાજુ 50 થી 60 માણસો રોજ શૌચ કરી જાય છે વારંવાર કહેવા છતાં સફાઈ થતી નથી અમે અનેક વાર રજુઆત કરી છે પણ કાઈ થયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.