પોલીસે ચોરીના 7 ગુનાનો ભેદ ઉકેલી કુલ રૂપિયા 80 હજારથી વધુના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા તેમજ અન્ય જિલ્લાઓમાં ઇલેક્ટ્રિક ડીપીમાંથી ઓઇલ, કોપર, કોયલ તથા ઇલેકટ્રીક વીજ થાંભલા ઉપરથી વાયરોની ચોરી તેમજ મોબાઇલ ટાવર ઉપરથી બેટરીઓની ચોરી કરતી રાજસ્થાનની ગુર્જર ગેંગના બે શખ્સોને સાબરકાંઠા LCBની ટીમે ઝડપી લીધા હતા. 145 કિલો કોપર સહિત પોલીસે ચોરીના 7 ગુનાનો ભેદ ઉકેલી કુલ રૂપિયા 80 હજારથી વધુના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

મળેલી બાતમી આધારે ઇલેકટ્રીક DPમાંથી ઓઇલ, કોપર વાયર તથા ઇલેકટ્રીક થાંભલાના વાયરોની ચોરીઓ રાજસ્થાનના સાવરલાલ લચ્છીરામ ગુર્જર તથા ભેરૂલાલ પારસમલ ગુર્જર (બન્ને રહે. દંતેડી, તા.કરેડા, જિ.ભિલવાડા) તથા તેમના મિત્રો કરી રહ્યા છે અને જેઓનો ભંગારનો ડેલો (કાંટો) હિંમતનગર તાલુકાના વિરપુર ગામની સીમમાં આવેલો છે. જે ચોરી કરેલો મુદ્દામાલ ત્યાં સંતાડીને રાખ્યો છે. જ્યાં તપાસ કરતા મળી આવ્યો હતો.

આ કાંટા પરથી સાવરલાલ લચ્છીરામ ગુર્જર તથા ભેરૂલાલ પારસમલ ગુર્જરની એલસીબી ખાતે લાવી વધુ પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, બન્ને સાથે તેમના મિત્ર દિપકભાઇ રેખારામ ગુર્જર, સુરેશ વનારામ ગુર્જર, પ્રકાશ પન્નાલાલ સાવલી, સુખદેવ ઉર્ફે સુરજ ઉદારામ ગુર્જર, સુરેશ તથા દિપકનો મિત્ર જેઓ સાથે મળી દિવસ દરમિયાન સુરેશ તથા દિપકનું પીકઅપ ડાલુ તથા સ્પ્લેન્ડર બાઈક લઇ ભંગાર ખરીદવા માટેની ફેરી કરતા હતા. દિવસ દરમિયાન ભંગારની ખરીદીની ફેરી સાથે ઇલેકટ્રીક ડીપી તથા ઇલેકટ્રીક થાંભલાના વીજ વાયરો જોઇ રાખતા હતા અને રાત્રિ દરમિયાન સુરેશ તથા દિપકનું પીકઅપ ડાલુ લઇ બધા ભેગા મળીને ચોરી કરતા હતા.જે અંગેની તપાસ કરતા જાદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે 145 કિલો ઇલેકટ્રીક DPના કોપર કોયલોના ગુંચળા કિંમત રૂ. 65,250 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 80,250નો મુદ્દામાલ જપ્ત કરી સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લામાં નોંધાયેલા 7થી વધુ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.