બનાસકાંઠામાં કોરોનાના 33 કેસ નોંધાયા
બનાસકાંઠામાં કોરોના કેસનો આંકડો 2000 પહોંચ્યો
સરહદી બનાસકાંઠા જિલ્લામાં બુધવારે કોરોનાના 33 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2000 પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 56 પહોંચ્યો છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન ગંભીર હદે વધી રહ્યું છે.જ્યાં બુધવારે કોરોનાના 33 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2000 પહોંચી ગઈ છે.
આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, પાલનપુર 14, ડીસા 10, ધાનેરા 03, કાંકરેજ 02, દિયોદર 01, થરાદ 01, અને વાવ 02 કેસ નોંધાયો હતો.