પૂજન રેસિડેન્સીમાં પાટણ એલસીબીએ રેડ પાડી ખુલ્લી જગ્યામાંથી દારૂ અને બીયરની 600 બટલો મળી આવી

પાટણ
પાટણ

સિદ્ધપુર શહેરના તાવડીયા રોડ ઉપર આવેલી પૂજન રેસિડેન્સીમાં પાટણ એલસીબીએ રેડ પાડી હતી. જ્યાં મકાનના આગળના ભાગેથી વિદેશી દારૂ મળી આવતાં પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ ફરાર શખ્સ સામે ગુનો નોંધ્યો છે. આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

પાટણ એલસીબી સ્ટાફના માણસો નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા, ત્યારે બાતમી આધારે સિદ્ધપુરના તાવડીયા રોડ ઉપર આવેલી પુજન રેસીડેન્સીમાં રેડ પાડી હતી. જ્યાં પોલીસે તપાસ કરતાં જાદવ સુરેશસિંહ ઉર્ફે તલસંગ પરબતસિંહના રહેણાંક ઘરની આગળ આવેલી ખુલ્લી જગ્યામાંથી દારૂ અને બીયરની 600 બટલો મળી આવી હતી. એલ સી બી પોલીસે રૂ.1,03,128 નો દારૂ કબજે લઈ ફરાર જાદવ સુરેશસિંહ ઉર્ફે તલસંગ પરબતસિંહને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.