સુઈગામના બોરું ગામમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં 26 મી જાન્યુઆરીને 75મા પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સરહદી સુઇગામ તાલુકાના બોરું ગામે જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો શાનદાર સમારોહ યોજાયો હતો. જેમાં કલેકટરએ ધ્વજવંદન કરાવી તિરંગાની સલામી આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.

જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજારોહણ કર્યું હતું. તેમજ તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લા વાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતાં જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સશક્ત નેતૃત્વમાં વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે.આગામી સમયમાં આપણો દેશ વિશ્વગુરુ અને મહાસત્તા બનવા જઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ રાજ્યના ઉર્જાવાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય દેશભરમાં વિકાસ મોડેલ બન્યું છે. રાજ્યની વણથંભી વિકાસ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાએ પણ પોતાના યોગદાન દ્વારા ખેતી, પશુપાલન, રોડ રસ્તા, શિક્ષણ, રોજગારી, આરોગ્ય એમ વિવિધ ક્ષેત્રના વિકાસ થકી રાજ્ય અને દેશભરમાં ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ છે. તો સમગ્ર રાજયમાં ટેકાના ભાવે સૌથી વધુ બાજરીની ખરીદી બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી છે. જિલ્લામાં કોવોલિટી પ્રોગ્રામ અંતર્ગતની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે આવેલ છે એમ જણાવી કલેકટરએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. તો તાજેતરમાં સુઇગામ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.