શુદ્ધ ધર્મ કરીએ પાલન, પ્રજ્ઞા જાગે વિશુદ્ધ ! નીર ક્ષીરના ભેદનો, રહે વિવેક પ્રબુદ્ધ !!

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

એ.ઈ.ઈ… છગનીયા હવે શેતરમાં રાતે ચેરા વાળવા નઈ જવું પડે.. આપણી રાજ સરકારે હમણાં જાહેરાત કરી શે કે રાજના ખેડૂતોને દિવસે લાઈટ આપવામાં આવશે.આ અમેરીકાના પંપ અને મેલેરીયા આયા પશી તો રાજ સરકારમાં કોઈક ફેર પડયો શે.. પંચમહાલ જિલ્લાના ખેડૂતોની આવક બે હજાર બાવીહ સુધીમાં તો બમણી થાશે. બીજું ગાયનું પાલન કરે એ માણસને મહીને નવસો રૂપિયા રાજ સરકાર આલશે. હવે એવું લાગે શે કે ગામડા, શહેરોમાં રખડતી ગાયોને આખલા જાેવા નઈ મળે ને એમના ઘરમાં કે શેતરમાં ગાય બાંધશે.હવે કોઈ દેશમાં ગરીબ રેવાના જ નથી.. પંપ સાહેબ અને મેલેરીયાબુન બવ રાજી હતા હો આપણા દેશને આટલો બધો સુખી નોતા માનતા પણ એમને જે નજરોનજર નેહાળ્યું ત્યારે બોલ્યા કે, ભારતમાં ગરીબી નથ રેવાની..મગનકાકા ઓમ હવાર હવારમાં શું વાંચીને આયા શો તે આટલા બધા ખુશ શો હે..મગનકાકા તમારી ગાય વિયાણી હોજે બરી ખાવા દુધ તો આલજાે.. હે મગનકાકા,આ પંપને મેલેરીયા બોલતા તા ઈમનું નોમ તો ટ્રંપ અને મેલેનીયા શે..તમે આવું ખોટું ચ્યાંય બોલતા નઈ હો…હે…મગનકાકા અમેરીાના પરમુખ ભારત આયા તો ચીન, પાકિસ્તાન તરફ ઉદાર થયું.. એણે તો હમણાં જાહેર કરયું કે એક લાખ બતકા પાકિસ્તાનને મોકલશે જે તીડનો નાશ સફાયો બોલાવશે. એક બતકું રોજના બસોથી વધારે તીડાં મારી નાખશે.. પાકિસતાનને ફાયદો તો થ્યો જ શે…અલ્યા છગનીયા તારી બુધ્ધિ બેર મારી જઈ હોય તેવું લાગે શે.. હમણાં ચીનમાં શું ચાલે શે તન નય ખબર ત્યાં કે ને કોરોના વાયરસ કેર મચાવી રહ્યો શે.. મરઘાં બતકાં, ભુંડ ને ચીનવાળા જીતવા મારી દાટી બાળી રહ્યા હોય તેવો વિડીયો જીતીયાના છોકરાએ મને બતાવ્યો તો કે બાપા ત્યાં કને આ પશુ પક્ષીઓને કારણે જ આ રોગચાળો વકરયો શે ને.. પાકિસ્તાનમાં એક લાખ જીવતા બતકા મોકલશે તો ઈમરાંનખાન એને લેશે ખરા.. ?
મગનકાકા તમારી વાત હાવ હાચી શે.. ચીનનો કોરોના વાયરસ બીજા દેશોમાં ય ફેલાયો શે… ભારતના ચેટલાક લોકો હજી એક વાહણમાં ફસાયેલા શે જેમાં રાજ સરકાર વિમાન મોકલી લાવવા પ્રયત્ન કરે શે.. આ દિલ્હીને આપણા ખંભાતમાં હળગ્યું શે.. બિચારા જજને તકલીફ થઈ જઈ કળીયુગ શે હાચું બોલવા જયા તો ફસાય કે બદલી થાય…કે ઠપકો હાંભળવા પડે. દિલહીમાં પ્રોમાણીક જજ સાહેબને સત્ય નડયું. મગનકાકા હવે બવ હાચું બોલતા નઈ હો… આંખ આડા કાન કરવાના પણ મગનું નામ મરી નઈ પાડવાનું હોંકે…
અલ્યા છગનિયા હાચું બોલ્યા વગર રેવાતું જ નથ તું જ કે આપણે ચ્યો કોય વ્યક્તિ કે મોણહ બાબતે બોલીએ સીએ છતાં લોકો ખીજાઈ જાય શે એનું કરવું એ શું અલ્યા છગનીયા, આજ તો દુર્ગાષ્ટમી છે આવતા સોમ મંગળવારે હોળી, ધુળેટી મનાવવાની શે એટલે કદાચ મળશું નઈ… હમણાં તો હુંય હાચું નઈ બોલું પણ તારેય બોલવાનું નઈ હોંકે.. તુએ જબરો સતવાદીનો છોકરો થાય શે.. ગોમમાં જે થાઉં હોય ઈ થાય નેહાળ પોહે ઉકેડા હોય કે ખાડા ને માસ્તરો ના આવે. આવું બધું જાેવે ને તોય કોઈ પાહે..કોઈ બોલતો નઈ.. આ હમણાં એક છાપામાં આયું તું કે..બનાસકાંઠામાં કુપોષિત બાળકો સૌથી વધુ શે..હવે સંજીવની દુધને ઓગણવાડીયું ને બીજા કેન્દ્રમાં ચેટલું બધું ખાવાનું રાજ સરકાર આલે શે…હવે ઈ બાળકોને ખાવા મળતું જ હોય તો કુપોષણ ચ્યાંથી હોય ?
મગનકાકા તમારે હોળી કરવી લાગે શે.. વળી પાશુ હાચું બોલવા લાગ્યા. મેં તમને કીધું કે કાકા બવ હાચું બોલીને હરિચંદ થાઉં જે કરશે ઈ ભરશે.. આપણે હેડો..આજે તો આખે આખી ચા પી લઈએ…. આવતા અઠવાડીયે હોળી ધુળેટી શે.. જાે મળવાનું થાશે નઈ અલ્યા જેમાં બે આખી ચા લાય એમ જ તો હું ને મગનકાકા આખે આખી પીયાં..છગનિયા આપણી વાત ખુટતી નથ.. આજ હું ચાના પૈસા આલુ શું.. મારે શ્રીફળ ધાણીને હાયડો લઈ જવાનો શે.. જયલાની વઉં એ પાંચસો રૂપિયા આલ્યા કે બાપા આજ તો આ બધી વસ્તુ લાવજાે ને તમારે જે લેવું હોય ઈ એ લેજાે. હમણાં ખિસ્સામાં પૈસા હોતા નથી… હું તારી ચા તો રોજ પીઉં શું.. આજ મારી આખી ચા પી.. મગનકાકા એવું મનમાં કોય રાખતા નઈ.. હોળી, ધુળેટી ખુશ થઈને મનાઓ.. હોંકે….. એ આવજાે..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.