પાટણના વોર્ડ નંબર 8માં યોજાયેલા કાર્યક્રમમાં માત્ર પ્રમુખ અને અને એક કોર્પોરેટર જ હાજર રહ્યા

પાટણ
પાટણ

પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજી વોર્ડ વાઇઝ શહેરીજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ વોર્ડ નંબર 8 માં યોજાયો હતો ત્યારે પાટણ નગરપાલિકાના માત્ર પ્રમુખ અને વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર અનિલાબેન મોદી બે કોર્પોરેટરોની હાજરીમાં પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજાતા વોર્ડ નંબર નવના સ્થાનિક રહીશોમાં પણ પાલિકાનો આ કાર્યક્રમ હાસ્યાસ્પદ બન્યો હતો.

વોર્ડ નંબર નવમાંથી ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર ધર્મેશ પ્રજાપતિ અને અલકાબેન મોદી પણ ગેરહાજર જોવા મળતા આ સ્થાનિક કોર્પોરેટરોનો પણ પોતાના વિસ્તારની સમસ્યામાં કોઈ જ રસ ન હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું ત્યારે પાલિકા આપના વોર્ડ નો કાર્યક્રમ આજરોજ માત્ર 15 ડગલા ચાલીને જ સ્થાનિક ચૂંટાયેલા કોર્પોરેટર ની ગેરહાજરી અને અન્ય કોર્પોરેટરો ને કારણે માત્ર દસ જ મિનિટમાં કાર્યક્રમ પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો.આમ પાટણ નગરપાલિકા દ્વારા કાર્યરત પાલિકા આપના વોડ નો કાર્યક્રમ વોર્ડ નંબર 8 માં આવતા ફ્લોપ સાબિત થયો હતો અને સ્થાનિક લોકોના પ્રશ્નો પણ યથાવત રહ્યા હતા ત્યારે પાલિકા આપના વોર્ડનો કાર્યક્રમ વોર્ડ નંબર સાત સુધી રાબેતા મુજબ ચાલ્યા બાદ આજે વોર્ડ નંબર આઠમાં પાલિકા આપના વોર્ડ ના કાર્યક્રમ નો ફીયાસકો જોવા મળ્યો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.