ભિલોડાના આદિવાસી સમાજના લોકોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું
ભારતના ચૂંટણી પંચ દ્વારા ઝડપી મતદાન અને મત ગણતરી પ્રક્રિયા સુચારુ રીતે યોજાય તે માટે ઇવીએમ મશીન દ્વારા મતદાન પ્રક્રિયા કરાય છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ ઇવીએમથી મતદાન પ્રક્રિયા સમજી શકતા નથી અથવા ભરોસો નથી. જેને લઈ આજે ભિલોડા તાલુકાના આદિવાસી સમાજના લોકોએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
આવનારી લોકસભાની 2024ની ચૂંટણીમાં EVMથી મતદાન કરાવતા હોવાથી હવેથી બેલેટ પેપરથી મતદાન થાય તે માટે મતદાતાઓને EVMથી ગરબડી થતી હોય તેવી શંકા-કુશંકાને દૂર કરવા માટે બેલેટ પેપરથી મતદાન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ, એસ.સી, બક્ષીપંચ સંગઠન અરવલ્લી-સાબરકાંઠાના આગેવાનો, વડીલો, યુવા-ભાઈઓ બહેનો દ્વારા મામલતદાર મારફતે આવેદનપત્ર આપી સરકાર વિનંતી કરવામાં આવી.