પાલનપુરમાં ડીડીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા પંચાયત સભાખંડ પાલનપુર મુકામે રાષ્ટ્રીય દીકરી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, પાલનપુર શહેર સંગઠનના પ્રમુખ, મહિલા અને બાળ વિકાસ અધિકારી મિતેશભાઈ ગઢવી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી રમિલાબા રાઠોડ, તેજસ્વિની જિલ્લા પંચાયતના બાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ સમિતિના બાલિકા અધ્યક્ષ, સદરપુર ગામની સમરસ બાલિકા પંચાયતના સરપંચ અને સભ્ય, પાલક માતા-પિતા યોજનાની સહાય લેતી દીકરીઓ, પૂર્ણા યોજનાની સખી સહ સખીની કિશોરીઓ તેમજ બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ દીકરીઓ ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ ત્યારબાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અલગ-અલગ પ્રશ્નોતરી કરી સભામાં ચર્ચા કરવામાં આવેલ તેમજ બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યનું તેમજ બનાસકાંઠા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત હિમાંશીબેન રાઠી જેઓ ચેસ પેરા એશિયન ગેમમાં ગોલ્ડ મેડાલિસ્ટ તેમજ યાના પટેલ યોગામાં નેશનલમાં ગોલ્ડ મેડાલિસ્ટ દીકરીઓને બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યા હતાં.ત્યારબાદ વ્હાલી દીકરી યોજનાના હુકમ અને દીકરી વધામણાં કીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી રમિલાબા રાઠોડે કર્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરકાવાડા પ્રથમિક સ્કૂલની ધોરણ-5 માં અભ્યાસ કરતી પલકબેન ગેલોતે કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.