પાટણ લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ખૂલ્લુ મૂકાયું

પાટણ
પાટણ

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – 2024ની તૈયારીના ભાગરૂપે ગુજરાત રાજ્યની તમામ 26 લોકસભા સીટોના મધ્યસ્થ કાર્યાલયના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યકક્ષ જે. પી. નડ્ડા, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ઉદ્ઘાટન અંતર્ગત ખાતે “પાટણ લોકસભા” મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે કરવામાં આવ્યું હતું.ભારતીય જનતા પાર્ટીએ ‘‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ’’ મંત્રને સાથે રાખીને ગુજરાતને વિકાસના પંથ પર સદાય અગ્રેસર રાખ્યું છે, ત્યારે ગુજરાતની તમામ લોકસભા સીટો પર જંગી મતદાન કરી અભૂતપૂર્વ રીતે ભાજપને જીતાડીએ તેમજ પાટણ લોકસભાની સીટ 5 લાખ મતોની લીડ થી જીતાડવા આહવાન કર્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી આવવાની હોય ઉમેદવાર નક્કી ન થયા હોય અને એનો ઉદ્ઘાટન થાય એવી વિશ્વની કોઇ પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી છે. આજે કાર્યાલય નું ઉદ્ઘાટન થયું છે જેને ટિકિટ મળે અને આપડું નિશાન કમળ છે. આપડો જે ઉમેદવાર છે એ કમળ છે. કમળ જે આવે જે દિવસે ચૂંટણી જાહેર થાય એ દિવસે અદ્દભૂતાથી જીતી આપણું કમળ જીતી ને મોકલીએ તેમ જણાવ્યું હતું. પાટણ સાંસદ ભરત ડાભીએ જણાવ્યું હતું કે ઉમેદવાર ગમે તે આવે ભારતસિંહ હોય કે ના હોય એની ચિંતા ના કરતા ભારતીય જનતા પાર્ટી ને આપડે 5 લાખ માટે જીતાડીએ તેમ જણાવ્યું હતું.


આ ઉદ્ઘાટન પ્રસંગે દશરથજી ઠાકોર , જિલ્લા ભાજપ પ્રમુખ, નંદાજી ઠાકોર , પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, અશોકભાઈ જોશી , પાટણ લોકસભા સીટના પ્રભારી, જગદીશભાઈ પટેલ પ્રભારી, ભરતસિંહ ડાભી સાંસદ, બાબુભાઈ દેસાઈ રાજ્યસભાના સાંસદ, સર્વે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સરદારભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, દિલીપજી ઠાકોર, રણછોડભાઈ રબારી, મણીભાઈ વાઘેલા, એ.કે પટેલ, પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, અજમલભાઈ ઠાકોર, મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.