મોડાસાથી હિંમતનગર તરફ આવેલ સબલપુર ગામ પાસે બે કાર સામસામે અથડાઈ

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ નાનું કે મોટું વાહન હોય પણ તેની તેજ રફતારના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના મોડાસાના સબલપુર પાસે બનવા પામી છે.મોડી સાંજે મોડાસાથી હિંમતનગર તરફ આવેલ સબલપુર ગામ પાસે બે કાર સામસામે અથડાઈ હતી. બંને કારની તેજ રફતારના કારણે બંને કાર ધડાકાભેર અથડાઈ હતી અને કારમાં સવાર કુલ 6 લોકોને ઇજાઓ થઈ છે. અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારમાંથી ઇજાગ્રસ્તને બહાર કાઢીને 108 મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયાં હતા. ઘટનાને પગલે મોડાસા રુલર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.