ખુબ જ નાની ઉંમરે પોતાની આગવી ગાયકી અને કલાશક્તિથી વિશિષ્ઠ નામના કરતી પાટણની વૈદેહી ઠક્કર

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

કેટલાક માણસો પૂર્વ જન્મના સંસ્કારો લઈને આ પૃથ્વી ઉપર આવે છે અને જન્મજાત જ વિશિષ્ઠ પ્રતિભા ધરાવે છે. અમારા બ્રહ્મનિષ્ઠ સદગુરૂદેવ પૂજ્ય આનંદમૂર્તિજી મહારાજ (શંકરતીર્થ આશ્રમ-સાણંદ) માત્ર અઢી વર્ષની ઉંમરથી જ અનેક આધ્યાત્મિક ગ્રંથોને ગાતા રહ્યા છે તેમજ નાની ઉંમરથી જ કથા પ્રવચન કરતા રહ્યા છે. પિતા જયેશકુમાર મણીલાલ ઠક્કર અને માતા નિલમબેનના પરિવારમાં તા.૧૬-૧૧-ર૦૦પ ના રોજ ડીસા ખાતે જન્મેલી પાટણની કુમારી વૈદેહી ઠક્કર પણ એક અદભુત બાળકલાકાર છે. હાલે પાટણની લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સમાં ધો.૯ માં અભ્યાસ કરતી વૈદેહીની પ્રગતિ માટે તેમનું સમગ્ર પરિવાર મહેનત કરે છે પરંતુ વિશેષ મહેનત તેની માતા નિલમબેનની રહી છે. ખુબ જ નાની ઉંમરથી એટલે કે આઠ વર્ષની ઉંમરથીઅ જ વૈદેહી અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહી છે અને અત્યાર સુધી તો અનેક પ્રમાણપત્રો, એવોર્ડ, ઈનામ મેળવી ચુકી છે. તેના દાદા મણીભાઈ સાહેબ પણ ડીસા તાલુકાની રામપુરા હાઈસ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ છે અને તેઓ પણ હરહંમેશાં સમાજનાં તમામ સત્કાર્યોમાં સહયોગી બને છે.
વૈદેહી ઠક્કરે સૌ પ્રથમ લાયન્સ કલબ પાટણની શૌર્યગીત સ્પર્ધામાં ભાગ લઈ ૧પ-૮-ર૦૧૩ ના રોજ પ્રથમ નંબર પ્રાપ્ત કરી સૌનાં દિલ જીતી લીધાં હતાં. સતત મહેનત, ખંત, ઉત્સાહ,નિયમિતતા અને કંઈક સારૂં કરી બતાવવાની ભાવનાને લીધે વૈદેહી ઠક્કરને તા.ર૦-૧ર-ર૦૧૪ ના રોજ તપોવન હાઈસ્કુલ પાટણની બાળગીત સ્પર્ધામાં પણ પ્રથમ ઈનામ મળ્યું. પોલીસ પરિવાર પાટણ આયોજીત ગરબા સ્પર્ધામાં તા.૧પ-૧૦-ર૦૧૪ ના રોજ પણ પ્રથમ ક્રમે આવી લક્ષ્ય પ્રેરણા ડિવાઈન ફાઉન્ડેશન દ્વારા તા.ર૧-૧ર-ર૦૧પ નારોજ આયોજીત એકપાત્રીય અભિનયમાં તેણે પ્રથમ ઈનામ મેળવ્યું. માનો પરિવાર નામની પાટણની સંસ્થા દ્વારા આયોજીત પાટણ આઈડલ કાર્યક્રમમાં પણ તા.૧૮-૯-ર૦૧૬ ના રોજ તેણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. લાયન્સ કલબ પાટણની તા.૧૬-૮-ર૦૧૭ની શૌર્ય ગીત સ્પર્ધામાં તે તૃતીય ક્રમે આવી. ચિલ્ડ્રન પાર્ક સ્કૂલ પાટણની વેશભૂષા સ્પર્ધામાં તા.ર૭-૧ર-ર૦૧૭ ના રોજ તેણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.અખિલ ભારતીય ગાંધર્વ મહા વિદ્યાલય મંડલ-મુંબઈની તા.૭-ર-ર૦૧૮ ની સંગીત પરિક્ષા પ્રવેશિકામાં તેનો પ્રથમ નંબર આવ્યો. ચિલ્ડ્રન પાર્ક સ્કૂલ પાટણની તા.ર૭-૭-ર૦૧૮ ની ગુરૂપૂર્ણિમા ગીત સ્પર્ધા તેમજ તા.ર૦-૧ર-ર૦૧૮ ની વેશભૂષા સ્પર્ધામાં પણ તેણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. અખિલ ભારતીય ગાંધર્વ મહા વિદ્યાલય મંડળ-મુંબઈની સંગીત પરીક્ષા પ્રવેશિકા પૂર્ણમાં તા.૧૮-૬-ર૦૧૯ ના રોજ તેણે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો. ભારત વિકાસ પરિષદ પાટણ શાખાની સમુહ ગાન સ્પર્ધામાં તા.૧પ-૯-ર૦૧૯ ના રોજ એણે બીજાે નંબર પ્રાપ્ત કર્યો. ચિલ્ડ્રન પાર્ક સ્કૂલ પાટણની તેજસ્વી બાળકોની સ્પર્ધામાં તેણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. તેને અભિનંદન આપવા એ પણ આપણી સૌ કલા રસિકોની નૈતિક ફરજ છે અને તેનો મો.નં.૮૦૦૦૯૦૧ ૯૭પ તેમજ ૯૯૧૩૦૧૮પર૦ છે.અભ્યાસમાં પણ ખુબ જ તેજસ્વી એવી વૈદેહી દર વર્ષે ઉચ્ચ ટકાવારી સાથે સતત આગળ વધી રહી છે. ભણવામાં હોંશિયાર હોવાને લીધે અલગ અલગ સંસ્થાઓ દ્વારા વખતોવખત તેનું સન્માન થયું છે. ડીસેમ્બર ર૦૧૮ માં લોહાણા મહાપરિષદની કારોબારી ડીસા ખાતે યોજાયેલ ત્યારે પણ તેણે તેનું સુંદર પરફોમન્સ રજુ કરી સૌનાં દિલ જીતી લીધાં હતા. આ અવસરે લોહાણા મહાપરિષદના પ્રમુખ પ્રવીણભાઈ કોટક, મંત્રી હિમાંશુભાઈ ઠક્કર, ખજાનચી હિંમતભાઈ કોટક, કલા જગતના જીતેન્દ્ર ઠક્કર, સંયુકત મંત્રી હર્ષદરાયજી ઠક્કર, ઉદઘોષક ચંદ્રકાંતભાઈ તન્ના, સમાજ અગ્રણીઓ પોપટભાઈ અખાણી, મહેશભાઈ મુલાણી, પ્રવિણભાઈ જીનવાળા, રજનીભાઈ કુંવરવાળા, દિનેશભાઈ દીપવાળા, બાબુભાઈ પ્રાઈમવાળા, અતુલભાઈ એસ. ઠક્કર, જયંતિભાઈ ઓઢાવાળા, દિલીપભાઈ વકીલ, શાંતિભાઈ વકીલ, મહેશભાઈ ઉદેચા, વૈકુંઠભાઈ કારિયા, દયારામભાઈ આર.ઠક્કર,નટુભાઈ જી. આચાર્ય,દેવચંદભાઈ એન. ઠક્કર, ભગવાનભાઈ બંધુ, કનુભાઈ આચાર્ય, નિલેષભાઈ ઠક્કર (કોર્પોરેટર) સહિત અનેકજનોએ તેને ખાસ અભિનંદન આપ્યા હતા. રઘુવંશી દેશી લોહાણા મહાજન દ્વારા પણ તેને ઉચ્ચ ટકાવારીને લીધે ચાર વાર પ્રમાણપત્ર મળેલ છે અને તેનું ડીસા ખાતે સન્માન થયેલ છે. તેમનું પરિવાર મુળ રામપુરાનું વતની છે પરંતુ વર્ષોથી ડીસા ખાતે નિવાસ કરે છે. જયેશભાઈ હાલે પાટણ ખાતે રહે છે. વૈદેહીની પ્રગતિ, વિકાસ અને આગેકુચ માટે તેની માતા નીલમબેન સતત દેખરેખ રાખે છે. વૈદેહી ગાતી હોય કે નૃત્ય કરતી હોય ત્યારે તેની અભિવ્યક્તિ માટે એકાગ્ર બની જાય છે. વૈદેહીને ગાતી સાંભળવી એ પણ એક જીવનનો અમૂલ્ય લ્હાવો છે.વૈદેહીને પોતાની આગવી કલાશક્તિને લીધે ચિત્રકલા,ગાયકી, નૃત્ય, ક્રિએટીવીટી, ભારતીય સંસ્કૃતિ જ્ઞાનપરીક્ષા એમ વિવિધ ક્ષેત્રોમાં વિરાની આર્ટ ગેલેરી, તપોવન સ્કૂલ, કલા મહોત્સવ, બીએમ.સ્કૂલ વિગેરે તરફથી પ્રમાણપત્રો મળેલ છે.આ લેખ વાંચી કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિને પ્રેમ કરતા સૌ કોઈ વૈદેહીને ફોન કરી અચુક અભિનંદન આપશે જ એવી અપેક્ષા રાખવી અસ્થાને તો નથી જ.ખુબ જ નાની ઉંમરે મોટી સફળતા પ્રાપ્ત કરી સતત આગળ વધતી વૈદેહીને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ અને અઢળક શુભેચ્છાઓ.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.