સાબરકાંઠા પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને દેશભરમાં ઉજવણી થશે. જેથી હિંમતનગરમાં છાપરીયા રામજી મંદિરથી ન્યાય મંદિર સુધી રૂટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં SP, DYSP, LCB, SOG અને સ્થાનિક PI સાથે પોલીસ જોડાઈ હતી.

હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં 21મી અને 22મી જાન્યુઆરીએ વિવિધ સંગઠનો દ્વારા ગામે ગામ અને તાલુકા મથકે અલગ અલગ કાર્યક્રમો યોજાવવાના છે. જેને લઈને સાબરકાંઠા પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂટ પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.

જે મહાવીરનગર ચાર રસ્તે થઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના આંબાવાડી રેલવે અન્ડર બ્રીજ થઈને હુસૈની ચોક થઇ પોલો ગ્રાઉન્ડ ચાર રસ્તે પહોંચ્યા હતા. જ્યાંથી બહુમાળી ભવન થઈને ન્યાય મંદિરથી વણઝારા વાસ થઈને પરત જિલ્લા પોલીસ વડા કચેરી પહોચી રૂટ માર્ચ પૂર્ણ થઇ હતી.

આ અંગે જિલ્લા પોલીસ વડા વિજય પટેલે જણાવ્યું હતું કે, 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉજવણી થવાની છે. ત્યારે હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લામાં ઉજવણીને લઈએ વિવિધ કાર્યક્રમો યોજાશે. જેથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.