ભિલોડાના ભટેળા ગામે ખેતરના શેઢા ઉપર આવેલ ઝાડ કાપવા બાબતે કુહાડી વડે યુવક પર હુમલો

અરવલ્લી
અરવલ્લી

ભિલોડાના ભટેળા ગામે સામાન્ય બાબતે કુટુંબીઓએ હુમલો કર્યો હતો. 28 વર્ષીય યુવક વાન લઇને નીકળ્યો હતો ત્યારે ખેતરના શેઢા ઉપર આવેલ બોરડીનુ ઝાડ કાપવા બાબતે ચાર કુટુંબીઓએ યુવક પર કુહાડી વડે હુમલો કર્યો હતો. ગાળો બોલીને ચાર લોકો યુવક પર મારવા તૂટી પડતાં અવાજ સાંભળી યુવકના પરિવારજનો દોડી આવ્યા હતા અને વધુ માર માંથી યુવકને બચાવી લીધો હતો. બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો. આ અંગે ઘાયલના પિતાએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ભિલોડાના ભટેળા ગામે રહેતા અર્જુનભાઇ નાનજીભાઇ રોત ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ કાલે તેમનો દીકરો સંજય વાન લઇ ભિલોડા બજારમાં જવા નીકળ્યો હતો ત્યારે ભટેળા તળાવની પાળ નજીક બુમાબુમ થતા ફરિયાદી પાળ નજીક જતાં કુટુંબી બ્રિજેશભાઇ હરીચંન્દ્રભાઇ રોત, આષિશભાઇ હરીચંન્દ્રભાઇ રોત, અજયભાઇ પ્રવિણભાઇ રોત, વિમલભાઇ જગદિશભાઇ રોત ત્યાં હાજર હતા અને કુટુંબી બ્રિજેશભાઇ હરીચંન્દ્રભાઇ રોત કુહાડી, લાકડી ધારીયુ લઈને પુત્ર સંજયભાઇ સાથે ઝઘડો કરીને કહેતા હતા કે તમે અમારા અને તમારા ખેતરના શેઢા ઉપર આવેલ બોરડીનુ ઝાડ કેમ કાપી નાખ્યુ છે. તેમ જ ગાળો બોલીને હત્યાના ઇરાદે બ્રિજેશભાઇએ કુહાડી સંજયભાઇને માથાના ભાગે મારીને આષિશભાઇએ લાકડી વડે સંજયને માર મારતા સંજય લોહી લુહાણ થઈ ગયો હતો.

આ જોતાંની સાથે અર્જુનભાઇ બુમાબૂમ કરતાં તેમનો પરિવાર દોડી આવ્યો હતો અને વચ્ચે પડી સંજયને વધુ માર માંથી છોડાવ્યો હતો. ઉપરોક્ત તમામે દિકરા સંજયની મેજીક એકસપ્રેસ ગાડીનો આગળનો મેન કાચ તોડી નાખી ફરીથી સામો મળીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશુ તેવીધમકી આપી ચાલ્યા ગયા હતા. ગંભીર રીતે ઘાયલ સંજયને ખાનગી વાહનમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે. આ અંગે અર્જુનભાઇએ બ્રિજેશભાઇ હરીચંન્દ્રભાઇ રોત, આષિશભાઇ હરીચંન્દ્રભાઇ રોત, અજયભાઇ પ્રવિણભાઇ રોત અને વિમલભાઇ જગદિશભાઇ રોત વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.