ગુજરાતની ટેબલ ટેનિસ ટીમે ગોલ્ડ મેડલ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું

અરવલ્લી
અરવલ્લી

તાજેતરમાં નેશનલ ટેબલ ટેનિસ સ્પર્ધા મધ્યપ્રદેશના ઈંદોર યોજાઇ હતી. આ સ્પર્ધામો ગુજરાતની ટેબલ ટેનિસ ટીમે ગોલ્ડ મેડલ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતની આ ટેબલ ટેનીસ ટીમમાં અરવલ્લી જિલ્લાના ત્રણ ખેલાડીઓ પણ મેદાનમાં ઉતર્યા હતા અને ગોલ્ડ મેડર મેળવ્યો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાતની ટીમ વચ્ચે મધ્યપ્રદેશના ઇન્દોરમાં રાષ્ટ્રીય કક્ષાની ગોલ્ડ મેડલ સ્પર્ધા યોજાઈ હતી. અંડર 19 નેશનલ કક્ષાની આ સ્પર્ધામાં ગુજરાતની ટીમે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું અને તેમ વિજેતા થતાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.અરવલ્લી જિલ્લાના ત્રણ ખેલાડીઓ જન્મેજય પટેલ, અરમાન શેખ અને હર્ષવર્ધન પટેલ ગુજરાતની ટીમો રમ્યા હતા અને મહારાષ્ટ્રની ટીમને હરાવી હતી. ગુજરાત હુંની ટીમ વિજેતા બનતો ખેલાડીઓએ શુભકામનાઓ પાઠવી હતી જ્યારે અરવલ્લીના ત્રણ ખેલાડીઓ તેમો રમ્યા હોય સર્વત્ર આવકાર મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.