વડગામ તાલુકામાં નિર્માણ પામેલા દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ખલ્લું મૂક્યું
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નિર્માણ પામેલા દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ખલ્લું મૂક્યું હતું. એક નાનકડા ગામમાં સુંદર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં સરકારની સાથે સહભાગી બનનાર ગામલોકો, દાતા અને શ્રમિકોનો જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ આભાર માન્યો હતો.
ડાલવાણા ગામે સરકારની ગ્રાન્ટની સાથે ગામ લોકોનો લોક ફાળો અને ગામના જૈન શ્રેષ્ઠી દિનાબેન સુધીરભાઈના આર્થિક સહયોગ થકી ઉત્તર ગુજરાતમાં સૌથી સુંદર અને વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નિર્માણ પામ્યું છે. જે ગ્રાઉન્ડને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ મેદાનના નિર્માણમાં સરકાર સાથે સહભાગી થનાર ગામલોકો અને દાતા દિનાબેન સુધીરભાઈનો પણ આભાર માન્યો હતો. તેમજ ગ્રાઉન્ડના કામનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
Tags Banaskantha chhapi cricket Deesa vadgam