હિંમતનગરના હડીયોલ પાસે બટાકાના ખેતરે બાગાયત અધિકારીઓ પહોંચ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં અંદાજીત 27 હજાર હેકટરમાં રવી સિઝનમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે હિંમતનગર તાલુકાના સાત ગામોમાં બટાકાના પાકમાં પાછોતરો સુકારો આવ્યો છે. જેને લઈને બાગાયત અધિકારીઓ આજે ખેડૂતોના ખેતરે પહોંચી તપાસ કરીને જરૂરી સૂચનો આપ્યા હતા અને ખેડૂતોની રજૂઆત સરકાર સુધી પહોંચાડશે તેવી વાત કરી હતી.સાબરકાંઠા જિલ્લામાં અંદાજે 27 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે. જેમાં પ્રોસેસિંગ બટાકાનું વાવેતર મોખરે છે. ત્યારે હિંમતનગર તાલુકાના હડીયોલ, કાંકરોલ, ગઢોડા, આકોદરા સહિતના સાતેક ગામમાં ખેડૂતોએ બટાકાના કરેલા વાવેતરમાં બટાકાના વિકાસ થવાના સમયે જ પાછોતરો સુકારાનો રોગ આવ્યો છે. જેને લઈને પાકમાં નુકશાન થવાની શરૂઆત થઇ છે અને બટાકાની સાઈઝ પર અસર જોવા મળી છે. જેને લઈને ખેડૂતોએ કરેલો ખર્ચ પણ નીકળે તેમ નથી.ઉત્પાદનમાં પણ ઘટાડો થઇ શકે છે. જેને લઈને મંગળવારે હિંમતનગર હડીયોલ અને ગઢોડા આસપાસ બટાકાના વાવેતર કરેલા ખેડૂતોના ખેતરે સાબરકાંઠા બાગાયત વિભાગના મદદનીશ નિયામક જીગર પટેલ સાથે ટીમ પહોંચી હતી. જ્યાં પહોચીને સ્થળ તપાસ કરીને પાછોતરો સુકારો હોવાની વાત સામે આવી હતી. બીજી તરફ ઉપસ્થિત ખેડૂતોએ પણ સુકારને લઈને વળતર માટેની અને કંપની દ્વારા 45 એમએમથી ઓછી સાઈઝના બટાકા પણ ખરીદી કરે એમ બે રજૂઆત કરી હતી. જેને લઈને ખેડૂતોને નુકસાનમાં ઘટાડો થઇ શકે છે.

સાબરકાંઠા બાગાયત વિભાગના મદદનીશ નિયામક જીગર પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની રજૂઆતને લઈને બાગાયત વિભાગની ટીમ હડીયોલ ગઢોડા ગામની સીમમાં ખેડૂતોના ખેતરમાં પહોંચી હતી. જ્યાં પાછોતરા સુકારો જોવા મળ્યો હતો. જેને લઈને ખેડૂતોને નિયંત્રણ માટે જરૂરી દવાઓ અને પિયત ક્યારે આપવું તેની સલાહ આપી છે. સીસ્ટમેટીક ફંગીસાઈડ અને કોન્ટેક ફંગી સાઈડની એમને જાણ કરવામાં આવી છે. વાતાવરણમાં ભેજ વધુ હોય તો પાણીનું પણ નિયંત્રણ કરવાની સૂચના આપી છે. ખેડૂતોને વળતર માટે રજૂઆત સામે સદર બાબત સરકારમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પરામશ કરીને સરકાર સુધી લેખિત રજૂઆત કરીશું. ખેડૂતોના હિતમાં જ્યાં જરૂર હશે ત્યાં બાગાયત વિભાગ દ્વારા કંપનીને રજૂઆત કરવામાં આવશે.આ અંગે બટાકાનું વાવેતર કરનાર ખેડૂત વિપુલ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હડીયોલ ગામમાં બટાકાનું વાવેતર 75થી 80 ટકા કરેલું છે જેમાં પાછોતરો સુકારો આવ્યો છે. જેથી બટાકાના વિકાસ થવાના સમયે રોગને લઈને વિકાસ અટકી ગયો છે. પરિણામે એક વીઘામાં 500 મણ ઉત્પાદન સામે 250 મણ થવાની ભીતિ છે. આમ 50 ટકા ઉત્પાદન સામે કરેલો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી. ત્યારે કંપની 45 એમએમ કરતા નાના બટાકા પણ ખરીદી કરી લે તો કરેલા ખર્ચમાં ઓછુ નુકસાન થઇ શકે છે. નહીંતર બટાકા ફેકી દેવાનો વારો આવશે અને ખર્ચ પણ માથે પડશે. જેથી ખેતરે મુલાકાતે આવેલા બાગાયત વિભાગના વળતરની માંગણી સાથે ઓછી સાઈઝના બટાકા કંપની ખરીદી કરે તે માટે અધિકારીઓને રજૂઆત કરી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.