રાજસ્થાનથી આઈસરમાં દારૃ લાવી ગાંધીનગરમાં કટિંગની ફિરાકમાં પાંચ ઈસમો વિજીલન્સનાં સકંજામાં

ગુજરાત
ગુજરાત

રાજસ્થાનથી પોણા ત્રણ લાખનો વિદેશી દારૂનો જથ્થો આઈસરમાં ભરીને ગાંધીનગર સુધી આવી ગ્રાહક મળે તો કટિંગ કરવાની ફીરાક કરતાં પાંચ ઈસમોને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ કુલ રૂ. 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચીલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરીયાની ટીમે વધુ એક વિદેશી દારૃના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમ ચીલોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળેલી કે, બોલેરો વાહન નં. RJ-32-UA-6 017 વાહન મોટા ચિલોડાથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર ઉભેલ રાજસ્થાન પાસીંગની બોલેરોમાં બેઠેલા ઈસમો આઈસર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી કટિંગ કરવાની પેરવી કરી રહ્યા છે.જે હકીકતના આધારે એસએમસીની ટીમે અમદાવાદ પ્રાંતીયા હાઈવે પરથી ચાર ઈસમોને ઝડપી પાડી પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ અશોકકુમાર ભાગીરથ ગુર્જર (રહે. બડાબાસ મહોલ્લા , જી. કોટપુનવી, રાજસ્થાન), ડ્રાઈવર સુલતાનસીંગ ગુર્જર (રહે- ગામ નાગલસોડા, તા. નાગલ ચૌધરી, જી. મહેન્દ્રગઢ, હરીયાણા), વિજયકુમાર મુખરામ ગુર્જર તેમજ રામસુગન સલ્લારામ ગુર્જર (બન્ને રહે. ભગુકાવાસ તા. ભાનસુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. જેઓની કડકાઈથી પૂછતાંછ કરતાં અશોક ભાગીરથ ગુર્જરે ભાંગી પડી કબૂલાત કરેલી કે, બંધ બોડીની આઈસરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લાવી ગ્રાહક મળે તો કટિંગ કરવાનાં હતાં.


બાદમાં મોટા ચિલોડાથી હિંમતનગર તરફ જતા રોડ છાલા ગામના આશાપુરા માં – ચામુંડા માં ઢાબાનાં પાર્કિંગમાં આઈસર ઉભી હોવાનું જણાવતા પોલીસ વોટ્સઅપ લોકેશન આધારે ત્યાં પહોંચી હતી. અને મુલચંદ પ્રેમચંદ જાટ તેમજ મોસાહીદઅલી ખતાબુદ્દીન રાયને પણ ઉઠાવી લીધા હતા.બાદમાં પોલીસે આઈસરની તલાશી લેતાં મેડીકલ મશીનરી તથા પરચુરણ સામાનના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ અંગે પોલીસે હતું કે, આઈસરમાંથી વિદેશી દારૃ – બિયરનો 1488 નંગ જથ્થો મળી આવ્યો છે. અશોક અને વિજય ગુર્જરે આર્થિક નુકશાની ભરપાઈ કરવા દારૂ ગુજરાતમાં ઘુસાડનું નક્કી કર્યું હતું. દારૂનો જથ્થો કોટપુતલી ખાતે આવેલ મહોતાસિંગ મિણાના ઠેકા ઉપરથી પીક-અપ ડાલામાં ભર્યો હતો. કોટપુતલીથી જયપુર વચ્ચે મનોહરપુર ટોલ ટેક્ષની બાજુમાં આવેલ ઢાબા ઉપર નક્કી થયા મુજબ મુલચંદ જાટ પોતાની આઈસર સાથે ઉભો હતો. અને આઈસરમાં દારૂ લોડ કર્યો હતો.ઉપરાંત બોલેરોનાં ડ્રાઇવરને 10 હજાર આપવાનું નક્કી કરી અમદાવાદ તરફ આવવા નિકળ્યા હતા. ત્યારે રાત્રીના સમયે મુલચંદ હિંમતનગરથી અમદાવાદ તરફ જતા એક ઢાબા ઉપર આઈસર સાથે રોકાયો હતો. જે વોટ્સઅપમાં પોતાનું લોકેશન અશોકને મોકલી આપતો હતો. આ દરમ્યાનમાં અશોકે દારૂનો જથ્થો કોઈ ગ્રાહકને આપવા માટે દારૂના ઠેકા ઉપર નોકરી કરતા માણસોનો સંપર્ક કરેલ હતો, પરંતુ કોઈ ગ્રાહક મળ્યો ન હતો. જેથી બધા દારૂના કટિંગ કરવાની તૈયારીઓ સાથે ગ્રાહકની શોધમાં હતા. એ પહેલાં જ સ્ટેટ મોનીટરીંગની ટીમ ત્રાટકી હતી. જ્યારે સમગ્ર દારૂના નેટવર્ક મામલે મોસાહીદઅલી અજાણ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેનાં પગલે પોણા ત્રણ લાખની કિંમતનો દારૃ, 3200 રોકડા, પાંચ મોબાઇલ તેમજ 20 લાખના બે વાહનો મળીને કુલ રૂ. 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ ઈસમો સામે ચીલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.