પાટણના પાલિકા બજાર આગળની ખાણીપીણીની લારીઓ અને કેબિનો પાલિકા તંત્રએ દૂર કર્યા

પાટણ
પાટણ

પાટણના રાજમહેલ માગૅ તરફ બની રહેલા નવીન બ્રિજ ની કામગીરી ને લઇ અપાયેલા ડાયવર્ઝન માર્ગ પર અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની સાથે પાલિકા બજારની આગળના સાઈડ ખાણીપીણીની લારીઓ વાળા ના કારણે લોકોને માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બનતું હોવાની બાબતે પ્રાંત અધિકારી ને રજુઆત મળતા તેઓએ પાલિકા બજાર આગળ ઉભા રહેતા ખાણીપીણીના સ્ટોરો તેમજ લારીઓને દૂર કરવા પાટણ નગરપાલિકાને સૂચના આપતા નગરપાલિકાની ટીમે ઉતરાણના તહેવારોને ધ્યાનમાં રાખીને આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેવા ઉદ્દેશથી નગરપાલિકાના ટ્રેક્ટરો અને કર્મચારીઓની મદદથી પાલિકા બજાર આગળના દબાણો દૂર કરી માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.


નગરપાલિકા તંત્રની આકસ્મિક દબાણ હટાવ ઝુંબેશને લઈ પાલિકા બજાર આગળ ખાણી પીણીની લારીઓ લઈ ઊભા રહેતા નાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાલિકાની ટીમ દ્વારા આ વિસ્તાર માંથી દબાણ હેઠળ દૂર કરાયેલ ખાણીપીણીના સ્ટોર અને લારીઓને પાલિકા ખાતે ટ્રેક્ટર મારફતે ખડકલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.