ઉત્તરાયણમાં ઉંધિયું-જલેબીની બોલબાલા વચ્ચે ભાવમાં પણ થયો વધારો

ગુજરાત
ગુજરાત

આવતીકાલે ઉત્તરાયણની ઉજવણી થવા જઈ રહી છે. જેમાં લોકોની પહેલી પસંદગી ઉંધિયું અને જલેબી હોય છે. આ માટેના એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયા છે. જેમાં પણ ગુજરાતીઓમાં ઉંધિયું સૌથી પ્રિય હોય છે. આ વચ્ચે આજથી જ ઉંધિયું – જલેબીના એડવાન્સ બુકિંગ શરૂ થયું છે. લોકો પોતાના પરિવારો માટે ઉત્તરાયણની વહેલી સવારે ઉંધિયું ખરીદવા લાઈનો લગાડતા હોય છે.જેમાં અમદાવાદમાં લોકો ઘરેથી લઈ વિવિધ જગ્યાઓ પર ઉંધીયુ બનાવતા હોય છે. આ વચ્ચે પાપડી અને વિવિધ શાકભાજીના ભાવમાં વધારો થવાના કારણે ઉંધિયાની કિંમતમાં પણ વધારો થયો છે. ગત વર્ષ કરતા ઉંધિયાના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. આ વર્ષે ઉંધિયાનો ભાવ કિલોએ 480 થી 500 રૂપિયા સુધી પહોંચ્યો છે. તેમજ જલેબીનો ભાવ 650 થી 850 રૂ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.


આજે આ રીતે કરી લો સુરતી ઉંધિયાની તૈયારી, વધી જશે ઉત્તરાયણની મજાઆજે આ રીતે કરી લો સુરતી ઉંધિયાની તૈયારી, વધી જશે ઉત્તરાયણની મજા સુરતી ઉંધિયાની ભારે ડિમાન્ડ આ તરફ સુરતમાં ઉંધિયાની સરેરાશ કિંમતો રૂપિયા 400 રૂપિયે પ્રતિ કિલો છે. જો કે, સ્વાદના શોખીન સુરતીલાલાઓ આ વર્ષે હજારો કિલો ઉંધિયું હોંશે હોંશે ઝાપટી જશે. તેમાં પણ શિયાળામાં થતાં તમામ શાકભાજીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી લોકોની વચ્ચે તેની ભારે ડિમાન્ડ હોય છે.એટલું જ નહીં ઉત્તરાયણના દિવસે ગુજરાતી ઉંધિયું ખાવાનો શોખ રાખતા હોય છે. આમ તો ગુજરાતીઓ સ્વાદ પ્રિય હોય છે. જેમાં પણ આ દિવસોમાં હજારો કિલો ઉંધિયું અને જલેબી ઝાપટી જવાના છે. જેના માટે વેપારીઓને ત્યાં બે દિવસ આગાઉથી મનપસંદ ઉંધિયાના વેચાણ સાથે બીજા દિવસની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.