પાટણ વનવિભાગ દ્વારા બજારમાં પતંગ, દોરીના સ્ટોલની તપાસ હાથ ધરાઈ

પાટણ
પાટણ

ઉતરાયણ પર્વના આગમનને લઈ હાલ વન વિભાગ દ્વારા પક્ષી બચાવ માટે જિલ્લા મથકના તમામ તાલુકા મથકોએ કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે પાટણ વન વિભાગ દ્વારા શહેરની બજારોમાં ઉભા કરાયેલા દરેક પતંગ સ્ટોલની મુલાકાત લઈ ચાઈનીઝ દોરી, તુક્કલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાટણ વન વિભાગના મુખ્ય વન સંરક્ષક તેમજ માર્ગદર્શન પાટણ આરએફઓની આગેવાની હેઠળ પાટણ શહેર ની મેઈન બજારમાં ચાઈનીઝ દોરા, પ્લાસ્ટિક માંઝા તેમજ તુક્કલનું વેંચાણ ના થાય તે માટે આકસ્મિક ચેકિંગ કરાયું હતું. આ વેળાએ વન અધિકારીઓએ પતંગ સ્ટોલ ધારકોને જીવ જોખમાય તેવી વસ્તુઓનું વેંચાણ ના કરવા તાકીદ પણ કરાઈ હતી.જીવદયા માટે વિભાગ દ્વારા જ્યાં જ્યાં ઉતરાયણની ઉજવણી સ્વરૂપે ચાઈનીઝ વસ્તુઓનું વેચાણ થતું હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈપણ સ્થળે પ્રતિબંધિત વસ્તુઓ જોવા મળી ન હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.