વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાંથી વિદશી દારૂ ભરેલી ટ્રક ઝડપી
મકરસંક્રાંતિ પર્વને આડે હવે માત્ર એક દિવસ છે. ત્યારે તહેવારને લઈ શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કર્યો છે. બાપોદ પોલીસ મથક બાદ હવે જવાહરનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. હાલમાં આ મુદ્દામાલ કોનો છે? કેટલો છે? અને ક્યાંથી આવ્યો? તે અંગે કાર્યવાહી ચાલી રહી છે.વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર બાદ ફરી એકવાર SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)એ વડોદરા જવાહરનગર પોલીની ઊંઘ ઉડાવી છે. મકરસંક્રાંતિનો પર્વ છે અને શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો ટ્રક ઝડપી લેવામાં આવ્યો છે. રણોલી જીઆઇડીસી વિસ્તારમાં એક પ્લોટમાંથી ટ્રકમાં રહેલ કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ચાર ઇસમોની એસેમસીએ અટકાયત કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ મામલે જવાહરનગર પોલીસ મથકમાં કાર્યવાહી ચાલી રહી છે.
સ્ટેટ વિજિલન્સે કરેલ કાર્યવાહી રણોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ખાનગી પ્લોટમાંથી એક ટ્રકમાં રહેલ કન્ટેનરમાં અંદાજીત 700થી વધુ પેટી ભારતીય બનાવટની વિદેશી દારૂ હોવાનું સામે આવ્યું છે. આ સાથે ચાર ઇસમોને પણ ઝડપી લેવામાં આવ્યાની માહિતી સામે આવી રહી છે. હાલમાં એસેમસીની કાર્યવાહી ચાલી રહી છે. બાદમાં ખબર પડશે કે કેટલાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્ટેટ વિજિલન્સ દ્વારા સતત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રેડો કરવામાં આવી રહી છે. ત્યારે આ દારૂ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ વેચાઈ રહ્યો છે કે કેમ? તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.અવારનવાર વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂના વેપલનો પર્દાફાશ સ્થાનિક એજન્સીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લા બે મહિનામાં છઠ્ઠી વાર સ્ટેટ વિજિલન્સ દ્વારા કાર્યાવહી કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. વડોદરા બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સરદાર એસ્ટેટ પાસેથી સ્ટેટ વિજિલન્સ દ્વારા મોટી કાર્યવાહી કરી 78 લાખના ઈંગ્લીશ દારૂ સાથે 5 ઇસમોની ધરપકડ કરી હતી. આજે ફરી આ એસેમસી દ્વારા મોટી માત્રામાં દારૂ ઝડપી સ્થાનિક પોલીસને ગતિ ઝડપી છે.ઉલ્લેખનીય છે કે, થોડાક સમય અગાઉ જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી અને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. શહેર અને જિલ્લામાંથી અવારનવાર આ પ્રકારે દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે, સ્ટેટ વિજિલન્સ અહીં આવી કામગીરી કરી દારૂનો જથ્થો પકડે છે. ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે. તાજેતરમાં જ સ્ટેટ વિજિલન્સ દ્વારા મોટી માત્રામાં બાપોદ પોલીસ માથાકમાંથી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.