નર્મદા જિલ્લાના વલીયા ચોકડી ખાતે વાહનચાલકો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરતા વાહન ચાલકોમાં ફફડાટ

ગુજરાત
ગુજરાત

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પોલીસ સ્ટાફના માણસો દ્વારા દેવલિયા ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાયદાનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ ટ્રાફિકના નિયમો વિષે વાહનચાલકોને જરૂરી માહિતી પૂરી પડવામાં આવી હતી.ઉપરાંત દરેક વાહનો પર રેડિયમ પટ્ટી લગાડી રાત્રિ દરમિયાન થતા અકસ્માતોને રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.હાલમાં વધતા જતા બનાવ પગલે ને ટૂંક સમયમાં જ એક વાહનચાલક ટ્રેકટર પાછળથી ધડાકાભેર અથડાયો હતો ને મોત નીપજ્યું હતું, એટલે અકસ્માત રોકવા અને જાગૃતિ લાવવા માટે જાણકારી આપવામાં આવી હતી.


ભારતમાં માર્ગ સુરક્ષા એક મુખ્ય ચિંતાનો વિષય છે. ટુ-વ્હીલર આપણા દેશમાં પરિવહનની લાઇફલાઇન છે, પરંતુ તે જોખમી પણ છે. કદાચ, ટુ-વ્હીલર ધરાવતા વ્યક્તિઓની વધુ સંખ્યા એ ટુ-વ્હીલર અકસ્માતો માટે જવાબદાર એક પરિબળ છે. ઘણીવાર તેઓ અકસ્માતનો શિકાર બનતા હોય છે. ત્યારે સરકાર તરફથી વાહનચાલકો માટે અને લોકોની સુરક્ષા માટે અનેક કાયદા બનાવવામાં આવ્યા છે.પરંતુ ઘણીવાર વાહનચાલકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય છે. આવા લોકોને કાયદાનું પાલન કરાવવા માટે અને વાહનચાલકોને કાયદાની સમજણ આપવા માટે પોલીસ દ્વારા અનેક વખત ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવતું હોય છે.આજે તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટાની આગેવાની હેઠળ તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા દેવલિયા ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત કાયદાનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી અને આવતા જતા દરેક વાહનચાલકો પાસે લાયસન્સ, પી.યુ.સી, ગાડીના કાગળ, સીટબેલ્ટ, બાઇકચાલકો પાસે હેલ્મેટ વિગેરે ચેકીંગ કરવામાં આવ્યું સાથે વાહનચાલકોને ટ્રાફિકના નિયમો વિષે વિસ્તૃતમાં સમજણ આપવામાં આવી હતી.”વાહન ધીમે ચલાવો તમારા ઘરે પરિવાર રાહ જોવે છે.તેવો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ઉપરાંત આવતા જતા વાહનો ઉપર રેડિયમ લગાડવામાં આવ્યું હતું.જેથી કરીને રાત્રિના સમયે સામેથી આવતું વાહન દેખી શકાય અને અકસ્માતને રોકી શકાય તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા પોલીસ દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરંતુ તિલકવાડા પોલીસની આ કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.